- ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ 2-1થી જીતી લીધી
- પંત અને પૂજારાની શાનદાર બેટિંગ
શ્રેણી 2-1થી જીતીને ભારતે બોર્ડર-ગાવસ્કર શ્રેણી જાળવી રાખી છે. ભારત માટે આ ખૂબ જ ઐતિહાસિક જીત છે. બ્રિસ્બેન મેદાન પર, વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોની આગળ ભારતના યુવા બેટ્સમેન ઋષભ પંત અને શુબમન ગિલે ઇતિહાસ રચ્યો છે. પંતે અણનમ 89 રન બનાવ્યા હતા. ગિલે 91 રન બનાવ્યા. પૂજારાએ 55 રન બનાવીને એક છેડો મજબૂત રીતે પકડ્યો હતો. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતની આ એક મોટી જીત છે. ભારતે તેના ખેલાડીઓને ઇજાઓ થવાને કારણે આ મેચમાં ચાર ફેરફાર કરવા પડ્યા હતા. આ હોવા છતાં, તે ઇતિહાસ રચવામાં સફળ રહી.
બ્રિસબેનમાં ચોથી ઇનિંગ્સમાં જીત મેળવી ભારતે ઇતિહાસ રચ્યો છે. 79 વર્ષ બાદ બ્રિસબેનમાં કોઇ ટીમે વિજય મેળવ્યો છે.
બ્રિસબેનમાં ચોથી ઇનિંગ્સમાં જીત મેળવી ઇતિહાસ રચવા બદલ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બદલ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે.
We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours.
— Narendra Modi (@narendramodi) January 19, 2021
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
