World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ક્વાડ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) ભારોભાર વખાણ કર્યા છે. ટ્રમ્પે મોદીને ‘ખૂબ જ કઠોર માણસ’ ગણાવતા કહ્યું કે તેઓ મજબૂત વ્યક્તિત્વ ધરાવતા નેતા છે. આ સાથે જ તેમણે ભારત સહિત ક્વાડના ચારેય સભ્ય દેશો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત (Military Exercise) યોજવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિવેદનથી ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સહયોગને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
ક્વાડ સમિટમાં ટ્રમ્પે PM મોદીના કર્યા વખાણ
ક્વાડ સમિટ (Quad Summit) દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)સાથેના પોતાના સંબંધો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે મોદી ખૂબ જ કઠોર અને મજબૂત નેતા છે. અમેરિકા અને ભારત વચ્ચે સારા સંબંધો છે અને તેઓ વડાપ્રધાન મોદી સાથે સારો તાલમેલ ધરાવે છે.ટ્રમ્પે માત્ર ભારત જ નહીં, પરંતુ ક્વાડમાં સામેલ અન્ય દેશો સાથે પણ અમેરિકાના સારા સંબંધો હોવાની વાત કરી હતી.
ચારેય દેશો વચ્ચે થશે સંયુક્ત લશ્કરી કવાયત
ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને સંયુક્ત લશ્કરી કવાયત (Military Exercise) કરશે. આ પહેલથી ચારેય દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધવાની શક્યતા છે.
તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ક્વાડ દેશો સાથે મોટા પાયે રોકાણ કરશે. આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ પ્રયાસો કરવામાં આવશે.
2027માં ક્વાડ દેશોની આર્થિક બેઠક યોજાશે
ટ્રમ્પે ક્વાડ દેશોની આગામી આર્થિક બેઠક 2027માં યોજવાની જાહેરાત કરી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.આ ઉપરાંત ટ્રમ્પે (Donald Trump)અમેરિકાની સૈન્ય ક્ષમતાનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો હતો કે અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સબમરીન છે. તેમનું આ નિવેદન અમેરિકાની સંરક્ષણ શક્તિ અને દરિયાઈ સુરક્ષાને લઈને હતું.
શું છે ક્વાડ અને શા માટે છે મહત્વપૂર્ણ?
ક્વાડ (Quad Countries) ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોનું વ્યૂહાત્મક જૂથ છે. આ જૂથનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર (Indo-Pacific Region)માં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
ખાસ કરીને દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ, ટેક્નોલોજી, વેપાર અને આર્થિક ભાગીદારી જેવા ક્ષેત્રોમાં ચારેય દેશો સાથે મળીને કામ કરે છે. ટ્રમ્પની (Donald Trump)
તાજેતરની જાહેરાતને ક્વાડ દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: PM મોદી જાપાન માટે રવાના, બે દિવસીય પ્રવાસમાં ક્વાડ સમિટ સહિત અનેક કાર્યક્રમોમાં સામેલ થશે
આ પણ વાંચો: જો બિડેન ક્વાડ સમિટ માટે જાપાન જશે, વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
આ પણ વાંચો: ક્વાડ સમિટ પહેલા ભારત અને અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ
