Not Set/ મહારાષ્ટ્રના ભિવંડીની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનું નુકશાન થવાની આશંકા

મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના ભિવંડીના ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં આજે સવારે આગની ઘટના સામે આવી છે. નારપોલીના ચંદન પાર્ક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આગની બાતમી મળતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિ વિશે માહિતી નથી. જો કે આગને કારણે લાખો રૂપિયાનો માલ બળી જવાની […]

Top Stories India
aaaamp 2 મહારાષ્ટ્રના ભિવંડીની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનું નુકશાન થવાની આશંકા

મહારાષ્ટ્ર,

મહારાષ્ટ્રના ભિવંડીના ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં આજે સવારે આગની ઘટના સામે આવી છે. નારપોલીના ચંદન પાર્ક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આગની બાતમી મળતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.

હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિ વિશે માહિતી નથી. જો કે આગને કારણે લાખો રૂપિયાનો માલ બળી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે  ગયા મહિને અહીંના કેમિકલ વેરહાઉસમાં આગ લાગી હતી. જેમાં મોટું નુકસાન થયું હતું. વેરહાઉસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.