Not Set/ શપથ સમારોહ માટે પીએમ મોદીને અપાયું આમંત્રણ,ક્રિકેટરો-ફિલ્મ સ્ટારો સહિત મુખ્યમંત્રીઓનો થશે જમાવડો

મહારાષ્ટ્રના 19માં મુખ્યમંત્રી તરીકે આજે ગુરુવારે સાંજે મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે 6.40 કલાકે શિવસેનાના પ્રમુખ અને મહા વિકાસ અઘાડી યુતિના સંયુક્ત ઉમેદવાર ઉદ્ધવ  ઠાકરેની શપથવિધિ થશે.આ શપથવિધિમા ભાગ લેવા પીએમ નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયું છે. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફોન કરીને શપથ સમારંભ માટે આમંત્રણ આપ્યું છે. શિવસેના શપથ સમારોહને યાદગાર બનાવવાની તડામાર […]

Top Stories India
Untitled 58 શપથ સમારોહ માટે પીએમ મોદીને અપાયું આમંત્રણ,ક્રિકેટરો-ફિલ્મ સ્ટારો સહિત મુખ્યમંત્રીઓનો થશે જમાવડો

મહારાષ્ટ્રના 19માં મુખ્યમંત્રી તરીકે આજે ગુરુવારે સાંજે મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે 6.40 કલાકે શિવસેનાના પ્રમુખ અને મહા વિકાસ અઘાડી યુતિના સંયુક્ત ઉમેદવાર ઉદ્ધવ  ઠાકરેની શપથવિધિ થશે.આ શપથવિધિમા ભાગ લેવા પીએમ નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયું છે.

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફોન કરીને શપથ સમારંભ માટે આમંત્રણ આપ્યું છે. શિવસેના શપથ સમારોહને યાદગાર બનાવવાની તડામાર તૈયારી કરી રહ્યું છે. શિવસેનાએ અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રી, ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટાર્સની સાથે-સાથે 700 ખેડૂતોને પણ શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે આ ખેડૂતોની સરકાર છે. આથી શપથ ગ્રહણમાં આશરે 700 ખેડૂતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યના દરેક જીલ્લામાંથી 20 ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આદિત્ય ઠાકરેએ બુધવારે રાત્રે દિલ્હી જઈને સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સાથે મુલાકાત કરીને તેમને આમંત્રણ પાઠવ્યું હતું.

જો કે, સોનિયા અને રાહુલની હાજરી અંગે શંકા સેવાઈ રહી છે. શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ડીએમકેના નેતા સ્ટાલિન હાજર રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.