Not Set/ મોતને સામે જોઈ યુવકે બતાવી ચતૂરાઈ, વાઘના પંજામાંથી આ રીતે નીકળ્યો બાહર, જુઓ વિડીયો

તમે પણ એ વાર્તા બાળપણમાં સાંભળી હશે, જ્યારે બે મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે અને અચાનક તેમને રીંછ દેખાય. એક મિત્ર રીંછથી બચવા માટે એક ઝાડ પર ચડી જાય છે, જ્યારે બીજો જમીન પર સૂઈ જઈને પોતાનો શ્વાસ રોકી રાખે છે. રીંછ આવે છે અને યુવક મરેલો જાણીને તેને નુકસાન પહોંચાડ્યા વિના છોડી […]

India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 12 મોતને સામે જોઈ યુવકે બતાવી ચતૂરાઈ, વાઘના પંજામાંથી આ રીતે નીકળ્યો બાહર, જુઓ વિડીયો

તમે પણ એ વાર્તા બાળપણમાં સાંભળી હશે, જ્યારે બે મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે અને અચાનક તેમને રીંછ દેખાય. એક મિત્ર રીંછથી બચવા માટે એક ઝાડ પર ચડી જાય છે, જ્યારે બીજો જમીન પર સૂઈ જઈને પોતાનો શ્વાસ રોકી રાખે છે. રીંછ આવે છે અને યુવક મરેલો જાણીને તેને નુકસાન પહોંચાડ્યા વિના છોડી દે છે. આ એક વાર્તા હતી, પરંતુ મહારાષ્ટ્રના એક ગામમાં, આવી જ એક આશ્ચર્યજનક ઘટના વાસ્તવિકતામાં જોવા મળી છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, શનિવારે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના તુમસર ગામમાં એક વાઘ પ્રવેશ્યો હતો. વાઘના સમાચાર સાંભળીને ગામમાં અંધાધૂંધી છવાઈ ગઈ હતી અને લોકો લાકડીઓ લઈને વાઘની પાછળ દોડી ગયા હતા. લોકોથી બચવા માટે વાઘ એક ખેતરમાં ઘુસી જય છે અને આ દરમિયાન એક વ્યક્તિ ખેતરમાં વાઘથી ઘેરાય ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ બુદ્ધિપૂર્વક સૂઈને મરી જવાનો ઢોંગ કર્યો હતો. વાઘ થોડી વાર એ યુવકને પકડીને બેસી રહ્યો બાદમાં તેને કોઈ નુકસાન કર્યા વિના ત્યાંથી ભાગી ગયો હતો.

https://twitter.com/Tweetbis0n/status/1221078080778694656

આ વિડીયો આઈએફએસ અધિકારીએ શેર કર્યો હતો, જે દરમિયાન તેની આસપાસના લોકોએ પણ સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. વાઘ નીકળ્યા પછી તે માણસ સલામત રીતે ઉભો થયો. આઈએફએસ અધિકારી પ્રવીણ કસવાને આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં પ્રવીણ કસવાને લખ્યું, ‘તમે જોવા માંગો છો કે કેવી રીતે કોઈ માણસ વાઘના પંજાથી છૂટી ગયો. વાઘને ટોળાએ ઘેરી લીધો હતો. જો કે, નસીબે વાઘ અને માણસ બંનેના જીવ બચાવ્યા. એક વરિષ્ઠે મને આ વિડીયો મોકલ્યો છે.

આ વીડિયો 31 સેકન્ડનો છે, વિડીયો જોઈને કોઈ પણના રુંવાડા ઉભી થઇ જય તેઓ છે આ વિડીયો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાઘે તે વ્યક્તિને પકડ્યો છે, પરંતુ થોડા સમય પછી વાધ વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી નીકળી ગયો છે. લોકો આ વીડિયો જોઈને માણસની હોશિયારીની પ્રશંસા કરી રહ્યા છે. અન્ય એક વ્યક્તિએ આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો શેર કર્યો છે. આ 31-સેકંડનો વિડીયો રુંવાડા ઉભા કરી દે ય્તેવો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.