Not Set/ પતિ હતો વાઈફ સ્વેપિંગનો શોખીન, મિત્રોને મોજ કરવા સોંપી દેતો હતો પત્નીને, આવ્યો કરુણ અંજામ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક પતિએ તેની પત્ની સાથે ઘૃણાસ્પદ વર્તન કર્યું હતું. વર્ષ 2017 થી, તેણે તેના મિત્રો સાથે તેની પત્નીનો ઘણી વખત બળાત્કાર કરાવ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ પત્નીને અદલાબદલ કરવાનો શોખીન છે અને બળજબરીથી તેને તેના મિત્રોને સોંપી દે છે. 46 વર્ષીય આરોપી પતિ વ્યવસાયે ઉદ્યોગપતિ છે અને […]

India
mahi a 9 પતિ હતો વાઈફ સ્વેપિંગનો શોખીન, મિત્રોને મોજ કરવા સોંપી દેતો હતો પત્નીને, આવ્યો કરુણ અંજામ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક પતિએ તેની પત્ની સાથે ઘૃણાસ્પદ વર્તન કર્યું હતું. વર્ષ 2017 થી, તેણે તેના મિત્રો સાથે તેની પત્નીનો ઘણી વખત બળાત્કાર કરાવ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ પત્નીને અદલાબદલ કરવાનો શોખીન છે અને બળજબરીથી તેને તેના મિત્રોને સોંપી દે છે. 46 વર્ષીય આરોપી પતિ વ્યવસાયે ઉદ્યોગપતિ છે અને તેની 39 વર્ષીય પીડિત પત્નીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.

મહિલા પાસે કથિત ઘટનાનો વીડિયો પણ છે. મહિલા વતી કેસ નોંધ્યા બાદ આરોપી ઉદ્યોગપતિને મેજિસ્ટ્રેટ કોર્ટ વતી 23 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

મહિલાએ કહ્યું કે તેના પતિએ તેને ધમકી આપી હતી કે જો તેણીએ આ વિશે કોઈને કહ્યું તો તે તેની હત્યા કરશે. મહિલાના જણાવ્યા મુજબ, 15 જૂન, 2017 ના રોજ, તેની સાથે પહેલીવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ દિવસે, રાત્રિભોજન પછી, પતિએ તેના મિત્ર સાથે પરિચય કરાવ્યો.

મહિલાએ કહ્યું કે તેના પતિએ તેને ધમકી આપી હતી કે જો તેણીએ આ વિશે કોઈને કહ્યું તો તે તેની હત્યા કરશે. મહિલાના જણાવ્યા મુજબ, 15 જૂન, 2017 ના રોજ, તેની સાથે પહેલીવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ દિવસે, રાત્રિભોજન પછી, પતિએ તેની મિત્ર સાથે પરિચય કરાવ્યો.

મહિલાએ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ તેના પતિએ તેને બળજબરીથી તેના મિત્ર સાથે કારની આગળની સીટ પર બેસવાનું કહ્યું હતું અને તે મિત્રની પત્ની સાથે પાછળની સીટ પર બેસી ગયો હતો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે પતિએ કહ્યું, “કંઈ વાંધો નહિ”. મહિલાએ કહ્યું કે તેના ઉદ્યોગપતિ પતિએ તેના મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

હવસની સામે અંધ મહિલાના પતિએ એક પછી એક નહીં પરંતુ તેના ત્રણ મિત્રોને એક પછી એક શારીરિક સંબંધ બાંધવા અંતે મજબૂર કરી હતી. એકવાર તો આ બળાત્કાર જોતા તેના પતિએ તેના ફોન વિડીયો પણ બનાવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.