Not Set/ દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાનની મોડી રાતે એરપોર્ટ પરથી કરવામાં આવી ઘરપકડ

મુંબઈ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાનની મુંબઈ પોલીસે બુધવારે મોડી રાતે ધરપકડ કરી છે. કહેવમાં આવી રહ્યું છે કે તે દેશ છોડીને ભાગવાના ફિરાકમાં હતો. રિઝવાન દાઉદના નાના ભાઈ ઇકબાલ કાસકરનો પુત્ર છે. ગેરકાયદેસર વસૂલાતના કેસમાં પોલીસે રિજવાનની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે (16 જુલાઈ)એ મુંબઈ પોલીસે દાઉદ ઈબ્રાહિમ અને […]

Top Stories India
mahi 6 દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાનની મોડી રાતે એરપોર્ટ પરથી કરવામાં આવી ઘરપકડ

મુંબઈ,

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાનની મુંબઈ પોલીસે બુધવારે મોડી રાતે ધરપકડ કરી છે. કહેવમાં આવી રહ્યું છે કે તે દેશ છોડીને ભાગવાના ફિરાકમાં હતો. રિઝવાન દાઉદના નાના ભાઈ ઇકબાલ કાસકરનો પુત્ર છે. ગેરકાયદેસર વસૂલાતના કેસમાં પોલીસે રિજવાનની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે (16 જુલાઈ)એ મુંબઈ પોલીસે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકિલ વિરૂદ્ધ તપાસ કરતા અફરોઝ વડારિયા ઉર્ફ અહમદ રજ્જાની ધરપકડ કરી હતી. મુંબઈ સુત્રોના જણાવ્યા અનુસાર, વડારિયા વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેના આધાર પર તેની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

rizwan દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાનની મોડી રાતે એરપોર્ટ પરથી કરવામાં આવી ઘરપકડ

પોલીસ સુત્રો દ્રારા જણાવવામાં આવ્યું છે કે, વડારિયાથી પુછપરછ દરમિયાન ગેરકાયદેસર વસૂલાતના કેસમાં રીઝવાનનું નામ સામે આવ્યું હતું, જેના પછી પોલીસે તેને મુંબઈ એરપોર્ટ પરથી ઘરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.