Not Set/ 500 વર્ષથી શિવમંદિરની સાચવણી કરે છે આ મુસ્લિમ પરિવાર

ગૌહટી, દેશમાં ભલે કટ્ટરપંથીઓ હિન્દુ અને મુસલમાન વચ્ચે ભાગલા કરાવી રહ્યાં હોય પરંતુ સામાન્ય પરિવારના લોકો તો એકબીજાના ધર્મને ખૂબ સન્માનથી જુવે છે.દેશમાં હાલ ધર્મના નામે નફરત ફેલાવાઈ રહી છે, પરંતુ હજું પણ એવા કેટલાક લોકો બાકી છે જે આ બધાથી દૂર સમાજમાં અને દેશમાં પ્રેમ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ […]

Top Stories India Trending
ww0 8 500 વર્ષથી શિવમંદિરની સાચવણી કરે છે આ મુસ્લિમ પરિવાર
ગૌહટી,
દેશમાં ભલે કટ્ટરપંથીઓ હિન્દુ અને મુસલમાન વચ્ચે ભાગલા કરાવી રહ્યાં હોય પરંતુ સામાન્ય પરિવારના લોકો તો એકબીજાના ધર્મને ખૂબ સન્માનથી જુવે છે.દેશમાં હાલ ધર્મના નામે નફરત ફેલાવાઈ રહી છે, પરંતુ હજું પણ એવા કેટલાક લોકો બાકી છે જે આ બધાથી દૂર સમાજમાં અને દેશમાં પ્રેમ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ છે અસમના મતિબર રહેમાન.
મતિબર રહેમાન અને તેમનો પરિવાર પેઢી દર પેઢીથી શિવ મંદિરની દેખરેખ રાખે છે.અસમના ગુવાહાટી સ્થિત રંગમહલ ગામમાં રહેમાનનો પરિવાર એક શિવ મંદિરની દેખરેખ પાછલા 500 વર્ષોથી કરી રહ્યો છે.
અહીં જોવાની વાત એ પણ છે કે મતિબરનો પરિવાર તેમનો મુસ્લિમ ધર્મ પણ પાળી રહ્યો છે.મતિબર રહેમાન કહે છે કે, તેમનો પરિવાર પાછલી સાત પેઢીથી મંદિરની દેખરેખ કરે છે. રોજ સવારે અને સાંજ નમાજ બાદ રહેમાન આ મંદિરની સાફ-સફાઈ કરે છે.
temp 2 500 વર્ષથી શિવમંદિરની સાચવણી કરે છે આ મુસ્લિમ પરિવાર
 મુસ્લિમ પરિવારના વડીલ મતિબર રહેમાને કહ્યું કે આ 500 વર્ષ જૂનું મંદિર છે, અમારો પરિવાર ત્યારથી તેની દેખરેખ કરી રહ્યો છે. આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોના લોકો આવે છે અને પ્રાર્થના કરે છે.અમારી સાત પેઢીથી આ મંદિરની દેખરેખ કરીએ છે.
આ મંદિર મુતબીર ઘરની પાસે જ સ્થિત છે. મંદિરની દેખરેખ કરવાનું કામ તેમના પૂર્વજો કરતા હતા અને આ પરંપરાને તેમણે જાળવી રાખી છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો એક સાથે પૂજા અને પ્રાર્થના કરે છે. પહેલા મતિબર રહેમાનના પિતા આ મંદિરની દેખરેખ કરતા હતા, પરંતુ તેમના મૃત્યુ બાદ આ પરંપરાને હવે મતિબર જીવિત રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમના મૃત્યુ બાજ તેમનો દીકરો આ કામ કરશે. ખુશીની વાત તો એ છે કે ગામના મુસલમાન મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ શિવ મંદિરમાં નિયમિત રૂપે આવીને દીવો પ્રગટાવે છે.