Not Set/ J&K/ કઠુઆ સેક્ટરમાં પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ

જમ્મુમાં કઠુઆના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. રાતથી પાકિસ્તાન આ સેક્ટરમાં ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને જડબાતોડ જવાબ આપી રહી છે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાન તેની નાપાક પ્રવૃત્તિઓને અટકાવી રહ્યું નથી અને સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ પહેલા 15 ઓક્ટોબરે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની બાજુમાં સીઝફાયરનું ઉલ્લંઘન […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 1 J&K/ કઠુઆ સેક્ટરમાં પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ

જમ્મુમાં કઠુઆના હીરાનગર સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. રાતથી પાકિસ્તાન આ સેક્ટરમાં ફાયરિંગ કરી રહ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને જડબાતોડ જવાબ આપી રહી છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાન તેની નાપાક પ્રવૃત્તિઓને અટકાવી રહ્યું નથી અને સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ પહેલા 15 ઓક્ટોબરે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાની બાજુમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ફાયરિંગની ઘટના પૂંછ જિલ્લાના નગર અને કિરાણી સેક્ટરમાં નોંધાઈ હતી.

પાકિસ્તાનમાં તરફથી છેલ્લા પાંચ વર્ષમાં યુદ્ધવિરામના ભંગના બનાવોમાં ભારે વધારો થયો છે. આજે આ વર્ષે 2300 થી વધુ યુદ્ધવિરામના ઉલ્લંઘન થયા છે. જ્યારે વર્ષ 2018 માં તેની સંખ્યા 1629 હતી.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામના ભંગમાં થયેલા વધારાનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાનો છે. ગુપ્તચર અહેવાલો બહાર આવ્યાં છે કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને લાઇન ઓફ કંટ્રોલની બાજુમાં મૂકવામાં આવ્યા છે જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે ભારતીય સીમામાં પ્રવેશ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.