Not Set/ ભારત-પાક સરહદ પર ફરી એકવાર અનુભવાયા 4.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના લોકો હજી 24 સપ્ટેમ્બરે આવેલા ભૂકંપને ભૂલ્યા પણ નથી કે ગુરુવારે બપોરે 12.31 વાગ્યે ભારત-પાક સરહદ પર ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 આંકવામાં આવી છે. ભૂકંપને કારણે હાલ જાનહાનિ વિષે કોઈ માહિતી મળી નથી. જો કે, 24 સપ્ટેમ્બરના ભૂકંપનું કેન્દ્ર પીઓકેનો મીરપુર વિસ્તાર […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 11 ભારત-પાક સરહદ પર ફરી એકવાર અનુભવાયા 4.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના લોકો હજી 24 સપ્ટેમ્બરે આવેલા ભૂકંપને ભૂલ્યા પણ નથી કે ગુરુવારે બપોરે 12.31 વાગ્યે ભારત-પાક સરહદ પર ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 આંકવામાં આવી છે. ભૂકંપને કારણે હાલ જાનહાનિ વિષે કોઈ માહિતી મળી નથી. જો કે, 24 સપ્ટેમ્બરના ભૂકંપનું કેન્દ્ર પીઓકેનો મીરપુર વિસ્તાર હતો, જેના આંચકા દિલ્હી સહિત એનસીઆરમાં અનુભવાયા હતા.

ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. આ ભૂકંપના આંચકાથી ઉત્તર ભારત પણ હચમચી ઉઠ્યું હતું. પીઓકેના જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર કહેવામ આવી રહ્યું હતું, જે મીરપુરની નજીક હતું. ભૂકંપને કારણે પીઓકે અને પાકિસ્તાન બંનેમાં ભારે વિનાશ થયું હતું.

ભૂકંપના કારણે પાકિસ્તાનમાં 26 લોકોના મોત થયા હતા, જ્યારે 300 લોકો ઘાયલ થયા હતા. તો ત્યાં જ પીઓકેમાં 5 લોકો માર્યા ગયા અને 50 લોકો ઘાયલ થયા. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ત્યાંથી રસ્તાઓ વચ્ચેથી તિરાડ પડી ગઈ હતી, જેમાં ઘણા વાહનો દાતાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.