Not Set/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થઇ શકે છે વધારો, ગગડી શકે છે રૂપિયો

નવી દિલ્હી,   ભારત પોતાની જરૂરીયાતનાં 80% ક્રુડ ઓઇલની આયાત કરે છે. ત્યારે હવે ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, અમેરિકા નજીકનાં સમયમાં ભારત અને ચીન જેવા દેશોને ઇરાનનું ક્રુડ ઓઇલ ખરીદવાની છુટ ઉપર પ્રતિંબધ લાદી શકે છે. ભારત અને ચીન પર ક્રુડ ઓઇલ ખરીદવા અમેરીકા તરફથી રોક લગાવવાનુ કારણ ઇરાન […]

India Business
petrolnew k19H પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થઇ શકે છે વધારો, ગગડી શકે છે રૂપિયો

નવી દિલ્હી,  

ભારત પોતાની જરૂરીયાતનાં 80% ક્રુડ ઓઇલની આયાત કરે છે. ત્યારે હવે ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, અમેરિકા નજીકનાં સમયમાં ભારત અને ચીન જેવા દેશોને ઇરાનનું ક્રુડ ઓઇલ ખરીદવાની છુટ ઉપર પ્રતિંબધ લાદી શકે છે. ભારત અને ચીન પર ક્રુડ ઓઇલ ખરીદવા અમેરીકા તરફથી રોક લગાવવાનુ કારણ ઇરાન સાથે પરમાણુ સંધી રદ્દ થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. આ સંજોગોમાં ભારતનો રૂપિયો ગગડી શકે તેવી પણ શક્યતાઓ પ્રવર્તી રહી છે.

ભારતમાં લોકો પહેલા જ પેટ્રોલ અને ડીજલનાં વધી ગયેલા ભાવથી ત્રાહીમામ થઇ ગયા છે ત્યારે હવે જો ઇરાનથી ક્રુડ ઓઇલ ખરીદવામાં રોક અથવા પ્રતિંબધ લાદવામાં આવશે તો ભારત ઉપર આર્થિક સંકટ ઉભો થઇ શકે છે. સોમવારનાં રોજ ભારતનો રૂપિયો એક ડોલર સામે 41 પૈસા ઘટી 69.77 થઇ ગયો હતો. જો ભારત ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ ખરીદતુ નથી તો ત્યારે ડોલર સામે રૂપિયો વધુ ગગડી શકે છે. આજે ભારતમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દૈનિક ધોરણે કંપનીઓ જાહેર કરે છે.

તમને જણાવી દઇએ કે, અમેરીકાએ ઇરાન સાથેની પરમાણુ સંધી નવેમ્બરમાં જ તોડી નાંખી હતી. જો કે તેના છ મહિના સુધી ભારત સહિતનાં અન્ય ઘણા દેશોને ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવા માટે અમેરીકાએ છૂટ આપી હતી. ઇરાન પાસેથી સૌથી વધુ ક્રુડ ઓઇલ ખરીદતા દેશ ભારત અને ચીન છે. ત્યારે જો ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવામાં પ્રતિબંધ લાદવામાં આવશે તો ભારત મોટા આર્થિક સંકટમાં આવી શકે તેવુ સુત્રો જણાવી રહ્યા છે.