Not Set/ સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,હજુ વધી શકે છે ભાવ

અમદાવાદ, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે સતત સાતમા દિવસે વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં સતત વધારો કરવામાં આવ્યા બાદ તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમત લીટર દીઠ 28-31 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 67.94 પૈસા સુધી પહોંચી હતી.એવું માનવામાં આવે છે કે જો આમને આમ ચાલ્યું તો […]

Top Stories Business
mok 2 સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,હજુ વધી શકે છે ભાવ

અમદાવાદ,

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે સતત સાતમા દિવસે વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં સતત વધારો કરવામાં આવ્યા બાદ તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમત લીટર દીઠ 28-31 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં પેટ્રોલની કિંમત 67.94 પૈસા સુધી પહોંચી હતી.એવું માનવામાં આવે છે કે જો આમને આમ ચાલ્યું તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયા સુધી પહોંચ્યો હતો.છેલ્લાં એક મહિનામાં  દિવસમાં અમદાવાદમાં 4 રૂપિયા ભાવ વધ્યો હતો.

આગામી દિવસોમાં  ભાવમાં ફેરફારનો દોર જારી રહે તેવી શક્યતા છે. જાણકાર લોકોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઉતારચઢાવની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જાવા મળી રહી છે. છેલ્લા 10 દિવસના ગાળામાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. આનો મતલબ એ થયો કે, કિંમતોમાં હાલ ગ્રાહકોને રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારાની શરૂઆત થતાં સરકાર માટે પણ મુશ્કેલી આવી શકે છે. કારણ કે, લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે. આજે કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલ, ચેન્નાઇમાં  કિંમતોમાં વધારોથયો હતો. ચારેય મહાનગરોમાં ડિઝલની કિંમતમાં પણ વધારો નોંધાયો છે.

તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના ગાળા દરમિયાન પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. ઓક્ટોબર મહિનામાં કિંમતોમાં સતત વધારો થતાં આને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. બંધની હાંકલ પણ કરવામં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારોને ધ્યાનમાં લઇને પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે પરંતુ હાલમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.

દેશના વાણિજ્ય પાટનવગર ગણાતા મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં સોમવારની તુલનામાં આજે ૨૮ પૈસા વધી ગઇ હતી. ડીઝલની કિંમત ગઇકાલની  સરખામણીમાં 31 પૈસાનો વધારો થયો હતો. ચેન્નાઇ અને કોલકત્તામાં પેટ્રોલની કિંમતમાં ક્રમશ ૨૯ અને ૨૮ પૈસાનો વધારો થયો છે. નોઇડામાં પેટ્રોલની કિંમત વધીને 70.29 રૂપિયા થઇ છે.

બ્રેન્ટ ક્રૂડની કિંમત સોમવારના દિવસે પ્રતિબેરલ 60 ડોલરથી નીચે પહોંચી તી તે પહેલા ચીન દ્વારા આયાત અને નિકાસ માટેના આંકડા જારી કર્યા હતા. વિશ્વના સૌથી મોટા કારોબારી દેશમાં આયાત અને નિકાસના નબળા આંકડા જારી કરાયા બાદ તેની અસર બ્રેન્ટ ક્રૂડની કિંમતો ઉપર થઇ હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમત ગઇકાલે સોમવારના દિવસે 1.12 ટકા ઘટીને બેરલદીઠ 59.89 ડોલર થઇ હતી. જ્યારે રૂપિયો ડોલરની સામે 70.48ની સપાટીએ રહ્યો હતો.