Not Set/ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 5માં દિવસે વધારો

અમદાવાદ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે સતત 5માં દિવસ વધારો જોવા મળ્યો છે.સોમવારના દિવસે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 67.77 રૂપિયા થયો હતો.છેલ્લાં 15 દિવસમાં આ ભાવ વધારો 4 રૂપિયા જેટલો થયો હતો. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 67.41 અને ડીઝલનો ભાવ 66.89 રૂપિયા પર પહોંચ્યો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 67.58 અને ડીઝલનો ભાવ 67.07 રૂપિયા છે. વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ 67.32 […]

India
no 7 પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 5માં દિવસે વધારો

અમદાવાદ,

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે સતત 5માં દિવસ વધારો જોવા મળ્યો છે.સોમવારના દિવસે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 67.77 રૂપિયા થયો હતો.છેલ્લાં 15 દિવસમાં આ ભાવ વધારો 4 રૂપિયા જેટલો થયો હતો. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 67.41 અને ડીઝલનો ભાવ 66.89 રૂપિયા પર પહોંચ્યો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 67.58 અને ડીઝલનો ભાવ 67.07 રૂપિયા છે. વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ 67.32 અને ડીઝલનો ભાવ 66.79 રૂપિયા છે.દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 70.13 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રેટ 38 પૈસા વધીને 75.77 રૂપિયા થઈ ગયા છે. બંને શહેરોમાં ડીઝલની કિંમતોમાં 49 પૈસાથી 52 પૈસાનો વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે  કે ડિસેમ્બર મહિનામાં પેટ્રોલ ડીઝલના 10 જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ 5 દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 1.63 અને ડીઝલ 1.94 રૂપિયા મોંઘુ થયું છે. ઓઈલ કંપનીઓ ઈન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઈળના ભાવમાં ડોલર-રૂપિયાના એક્સચેન્જ રેટના હિસાબે કિંમત નક્કી કરે છે.