Not Set/ ઉત્તર પ્રદેશમાં હાર્યા બાદ પણ સમાજવાદી પાર્ટી દેશભરમાં બની સૌથી અમીર ક્ષેત્રિય પાર્ટી

લખનઉ, ગત વર્ષે દેશના સૌથી મોટા રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રમ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવ્યો હતો જયારે ક્ષેત્રિય પાર્ટી સમાજવાદી પાર્ટીનો કરુણ રકાસ થયો હતો. પરંતુ ત્યારબાદ પણ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પાર્ટી સપા ૮૨.૭૬ કરોડ રૂપિયા સાથે દેશની સૌથી અમીર ક્ષેત્રિય પાર્ટી બની ગઈ છે. દેશભરમાં રાજકીય પાર્ટીઓના ભંડોળ સહિતના મુદ્દાઓ […]

India Trending
Samajwadi Party ઉત્તર પ્રદેશમાં હાર્યા બાદ પણ સમાજવાદી પાર્ટી દેશભરમાં બની સૌથી અમીર ક્ષેત્રિય પાર્ટી

લખનઉ,

ગત વર્ષે દેશના સૌથી મોટા રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રમ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવ્યો હતો જયારે ક્ષેત્રિય પાર્ટી સમાજવાદી પાર્ટીનો કરુણ રકાસ થયો હતો. પરંતુ ત્યારબાદ પણ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પાર્ટી સપા ૮૨.૭૬ કરોડ રૂપિયા સાથે દેશની સૌથી અમીર ક્ષેત્રિય પાર્ટી બની ગઈ છે.

દેશભરમાં રાજકીય પાર્ટીઓના ભંડોળ સહિતના મુદ્દાઓ પર ધ્યાન રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. ADRના રિપોર્ટમાં સપા દ્વારા કુલ ૬૪.૩૪ કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

ADR દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં સમાજવાદી પાર્ટી બાદ ૭૨.૯૨ કરોડ રૂપિયા સાથે તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને ત્યારબાદ AIDMK આવે છે, જેની કુલ આવક ૪૮.૮૮ કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

નાણાંકીય વર્ષ ૨૧૬-૧૭માં કુલ ૩૨ ક્ષેત્રિય પાર્ટીઓની કુલ આવક ૩૨૧.૦૩ કરોડ રૂપિયા રહી છે.જેમાં ૧૪ પાર્ટીઓ દ્વારા દાવો કર્યો છે કે, તેઓની આવકમાં ઘટાડો થયો છે જયારે ૧૩ પાર્ટીઓની આવકમાં વૃદ્ધિ થઇ છે.

પાંચ ક્ષેત્રિય પાર્ટીઓ દ્વારા ઇલેકશન પંચમાં પોતાનું રિટર્ન જમા કરાવ્યું નથી. આ પાંચ પાર્ટીઓમાં ભારતીય રાષ્ટ્રીય લોકદળ, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને કેરલ કોંગ્રેસ મણી શામેલ છે.

 

ADRના રિપોર્ટમાં જાહેર કરાયેલા ૩૨ ક્ષેત્રિય પાર્ટીઓ બાદ ૧૬ પાર્ટીઓનો કોઈ લેખાજોગા ઉપલબ્ધ નથી. આ પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ અને રાષ્ટ્રીય જનતા દળ શામેલ છે.

ટીડીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેની આવકના કુલ હિસ્સાના ૬૭ ટકા બચ્યો છે. જયારે DMK દ્વારા પોતાની આવકના ૮૧.૮૮ કરોડ રૂપિયા ખર્ચ અને AIDMK દ્વારા ૩૭.૮૯ કરોડ રૂપિયા ખર્ચ થયા હોવાની ઘોષણા કરવામાં આવી છે.