Not Set/ સૈફુદ્દીન સોઝે મુશર્રફના કાશ્મીરીઓ આઝાદી ઈચ્છે છે તેવાને નિવેદનને યોગ્ય ગણાવ્યું

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર પ્રવર્તમાન સંજોગોમાં જોવા મળી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે JKNC ના પૂર્વ નેતા અને કોંગ્રેસના વર્તમાન નેતા સૈફુદ્દીન સોઝે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના વર્ષો જૂના એક નિવેદનને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ મુશર્રફે વર્ષો પહેલાં એમ કહ્યું હતું કે, જો કાશ્મીરીઓને તક મળે તો તે કોઈની સાથે જવાની બદલે આઝાદ […]

Top Stories India Trending Politics
Saifuddin Soz said Musharraf's statement is right when he about Kashmiris want freedom

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર પ્રવર્તમાન સંજોગોમાં જોવા મળી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે JKNC ના પૂર્વ નેતા અને કોંગ્રેસના વર્તમાન નેતા સૈફુદ્દીન સોઝે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના વર્ષો જૂના એક નિવેદનને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ મુશર્રફે વર્ષો પહેલાં એમ કહ્યું હતું કે, જો કાશ્મીરીઓને તક મળે તો તે કોઈની સાથે જવાની બદલે આઝાદ થવા માંગશે.

કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝનું કહેવું છે કે મુશર્રફે એક દાયકા અગાઉ કરેલું નિવેદન આજે પણ અનેક મુદ્દે યોગ્ય બેસે છે. જો કે તેઓએ તેમ પણ કહ્યું હતું કે આઝાદી મળવી તો અશક્ય છે, અને મારા આ નિવેદનથી પાર્ટીને કોઈ જ લેવા દેવા નથી.

કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝના નિવેદન બાદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, આ દેશમાં રહેવું હોય તો બંધારણને અનુસરીને રહેવું પડશે, નહીં તો તેમને પાકિસ્તાનની વન-વે ટિકિટ આપી દેવી જોઈએ.

સૈફુદ્દીનને કાશ્મીર પર એક પુસ્તક પણ લખ્યું છે

UPA સરકારમાં મંત્રીપદ ભોગવી ચૂકેલા સૈફુદ્દીન સોઝે પોતાની આગામી પુસ્તકમાં તે વાત પર પણ ભાર મૂક્યો છે કે કેન્દ્ર સરકારે હુર્રિયત નેતાઓ સાથે ખુલીને વાતચિત કરવી જોઈએ.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોઝે કહ્યું હતું કે, “1953થી આજદિવસ સુધી જેટલી પણ સરકારો રહી તેઓએ કાશ્મીર મુદ્દે કોઈને કોઈ ભૂલ કરી જ છે. તે પછી નેહરૂ કે ઈન્દિરાની જ સરકાર કેમ ન હોય.” સૈફુદ્દીન સોઝ કાશ્મીર મુદ્દે એક પુસ્તક લખ્યું છે જે આગામી ટૂંક સમયમાં જ રીલીઝ થવાનું છે. આ પુસ્તકનું નામ Kashmir: Glimpses of History and the Story of Struggle છે. આ પુસ્તક આગામી સપ્તાહે રજૂ થશે.

હુર્રિયત સાથે પહેલાં વાત કરવા અંગે ભાર મૂક્યો

કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર આ મુદ્દાનું સમાધાન કરવા ઈચ્છે છે તો કાશ્મીરીઓ પ્રત્યે એક એવું વાતાવરણ બનાવવું પડશે કે જેનાથી તેઓ સુરક્ષિત અનુભવી શકે અને તેઓ વાતચીત માટે તૈયાર રહે.

આ ઉપરાંત વાત કરવા માટે હુર્રિયત ગ્રૂપથી પહેલાં વાત થવી જોઈએ અને તે બાદ મેઈનસ્ટ્રીમ પાર્ટીઓ સાથે વાત થવી જોઈએ.

સોઝે વધુમાં કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મુશર્રફ-વાજપેયી-મનમોહનની ફોર્મૂલાનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે, “બંને દેશો વચ્ચે સંબંધ વધવા જોઈએ, આવન જાવન વધવું જોઈએ. જ્યારે બંને દેશોના લોકો નજીક આવશે તો વાત બનશે.”

સોઝે વધુમાં કહ્યું હતું કે,  “પરવેઝ મુશર્રફે ઘણે હદ સુધી પોતાના દેશમાં આ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ એક જ રસ્તો છે જેનાથી શાંતિ લાવી શકાય છે.”

‘કેન્દ્ર સરકારોએ કાશ્મીરમાં કરી અનેક ભૂલો’

કલમ 370 અંગે સોઝે કહ્યું હતું કે,ભારત સરકારે આ અંગે પહેલાં વિચારવું જોઈતું હતું કે દિલ્હી અને શેખ અબ્દુલ્લા વચ્ચે 1952માં જે સમજૂતી થઈ હતી તે યોગ્ય રીતે લાગુ નથી થઈ.  તેઓએ વધુમાં કહ્યું કે, તે દરમિયાન નેહરૂ સરકારે શેખ અબ્દુલ્લાની ગેર બંધારણિય રીતે ધરપકડ કરાવી તે સૌથી મોટું બ્લન્ડર હતુ. આ વાતનો નેહરૂએ પણ સ્વીકાર કર્યો હતો કે કાશ્મીરમાં તેમની નીતિ યોગ્ય ન હતી.

આ ઉપરાંત સૈફુદ્દીન સોઝે લખ્યું છે કે, “આ ભૂલ બાદ પણ ભારત સરકારે અનેક મોટી ભૂલો કરી, જેમાં 1984 દરમિયાન ફારૂખ અબ્દુલ્લા સરકારને હટાવીને જગમોહનને રાજ્યપાલ બનાવવાની વાત પણ સામેલ છે.”

સોઝને પાકિસ્તાનની વન-વે ટિકિટ આપી દેવી જોઈએ- સુબ્રમણ્યમ સ્વામી

કોંગ્રેસના સૈફુદ્દીન સોઝના કાશ્મીર અંગેના નિવેદનને લઈ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, સોઝ જ્યારે કેન્દ્રીય મંત્રી હતા ત્યારે જેકેએલએફ દ્વારા તેમની દીકરીને કિડનેપ કરવામાં આવી હતી, તે સમયે તેમણે કેન્દ્રના પાવરનો ઉપયોગ કર્યો હતો. આવા લોકોને મદદ કરવાનો કોઈ મતલબ નથી. જેમને અહીં રહેવું હોય તેમણે બંધારણને આધિન રહીને રહેવું પડે. જો તેમને મુશર્રફ ગમતા હોય તો અમે તેમને વન-વે ટિકિટ (પાકિસ્તાનની) આપી દઈશું.