Not Set/ માયાવતીએ મુર્તિઓ બનાવવા પાછળ ખર્ચેલા પૈસા જનતાને પરત કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ

દિલ્હી, માયાવતીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મૂર્તિઓ બંધાવી હતી. જેને લઈને ભારે વિવાદ થયો હતો. મૂર્તિઓ પર લોકોના પૈસા ખર્ચ કરવામાં આવ્યા હોવાને લઈને સુપ્રીમ કોર્ટમાં 2009માં જનહિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીને ઝાટકો આપતા મુર્તિઓ બાંધવા પર કરવામાં આવેલા જનતાના […]

Top Stories India
qqp 8 માયાવતીએ મુર્તિઓ બનાવવા પાછળ ખર્ચેલા પૈસા જનતાને પરત કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ

દિલ્હી,

માયાવતીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મૂર્તિઓ બંધાવી હતી. જેને લઈને ભારે વિવાદ થયો હતો. મૂર્તિઓ પર લોકોના પૈસા ખર્ચ કરવામાં આવ્યા હોવાને લઈને સુપ્રીમ કોર્ટમાં 2009માં જનહિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી.

આ અરજીમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીને ઝાટકો આપતા મુર્તિઓ બાંધવા પર કરવામાં આવેલા જનતાના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે.

અરજીમાં એવું કહેવામાં આવ્યું છે માયાવાતીએ આ મુર્તિઓ બનાવવા પાછળ જનતાના કરોડો રૂપિયા ચાઉ કર્યા છે અને તે તેમને પરત મળવા જોઇએ.

2009માં દાખલ કરવામાં કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરતા મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ આ આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી2 એપ્રિલે નિર્ધારીત કરવામાં આવી હતી.

મૂર્તિઓ પર લોકોના પૈસા ખર્ચ કરવામાં આવ્યા હોવાને લઈને સુપ્રીમ કોર્ટમાં 2009માં જનહિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી. લગભગ 10 વર્ષ બાદ આ મામલે સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે અદાલતને જણાવ્યું હતું કે, પ્રથમ નજરે તો બસપા અધ્યક્ષ માયાવતીએ મૂર્તિઓ પર કરેલા પૈસા લોકોને પરત કરવા પડશે.

માયાવતીએ પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં અનેક પાર્ક અને સ્મારકો બનાવ્યા હતાં, જેમાંથી તેમની પોતાની પણ મોટી મુર્તિ ઉભી કરી દીધી હતી. એ સિવાય તેમના પક્ષ બસપાના હાથીના સિમ્બોલની પણ મૂર્તિઓ બનાવી હતી. આ ઉપરાંત બસપાના નેતા કાંશીરામ અને બાબા સાહેબ આંબેડકરની પણ અનેક મૂર્તિઓ બંધાવી હતી. જેના પર માયાવતીએ અનેક કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.માયાવતીએ કરેલા આ ખર્ચાને લઇને અનેક આરોપો થયા હતા.