Not Set/ વાજપેયી-અડવાણી સાથે કામ કરી ચુકેલા પદ્મવિભૂષણથી સમ્માનિત RSS પ્રચારક પી. પરમેશ્વરનનું નિધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વરિષ્ઠ પ્રચારકોમાંના એક અને પૂર્વ ભારતીય જન સંઘના નેતા પી. પરમેશ્વરનનું શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. સંઘ પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ભારતીય વિચાર કેન્દ્રમ’ના સ્થાપક ડિરેક્ટર કેરળના પલક્કડ જિલ્લાના ઓટ્ટાપ્પલમમાં આયુર્વેદિક સારવાર લઈ રહ્યા હતા અને બપોરે 12.10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. જન […]

India
Untitled 74 વાજપેયી-અડવાણી સાથે કામ કરી ચુકેલા પદ્મવિભૂષણથી સમ્માનિત RSS પ્રચારક પી. પરમેશ્વરનનું નિધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વરિષ્ઠ પ્રચારકોમાંના એક અને પૂર્વ ભારતીય જન સંઘના નેતા પી. પરમેશ્વરનનું શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. સંઘ પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ભારતીય વિચાર કેન્દ્રમ’ના સ્થાપક ડિરેક્ટર કેરળના પલક્કડ જિલ્લાના ઓટ્ટાપ્પલમમાં આયુર્વેદિક સારવાર લઈ રહ્યા હતા અને બપોરે 12.10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

જન સંઘના દિવસોમાં દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણી જેવા નેતાઓ સાથે કામ કરી ચૂકેલા પરમેશ્વરને વર્ષ 2018 માં દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને 2004 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પરમેશ્વરન એક ઉત્તમ લેખક, કવિ, સંશોધનકાર અને આરએસએસના આદરણીય વિચારક હતા. તેમણે ભારતીય જન સંઘના સચિવ (1967–1971) અને ઉપરાષ્ટ્રપતિ (1971–1977) તરીકે સેવા આપી હતી.

આ ઉપરાંત, તેમણે દીનદયાળ સંશોધન સંસ્થા, નવી દિલ્હીના ડિરેક્ટર (1977-1982) તરીકે પણ સેવા આપી હતી. પરમેશ્વરનનો જન્મ 1927 માં અલપ્પુઝા જિલ્લાના મુહમ્મામાં થયો હતો. તેઓ વિદ્યાર્થી હતા ત્યારે જ આરએસએસમાં જોડાયા હતા. પરમેશ્વરન ઈમરજન્સી દરમિયાન તેની સામે સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને આ કારણોસર તેમણે જેલમાં 16 મહિના પણ વિતાવ્યા હતા.

તેમણે 1982 માં “કેરળવાસીઓમાં રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા” માટે “ભારતીય વિચાર કેન્દ્ર” ની સ્થાપના કરી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે રવિવારે સવારે તેમના પાર્થિવ દેહને કોચી સ્થિત આરએસએસના મુખ્ય મથકે લાવવામાં આવશે જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે મુહમ્મા ખાતે કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.