કોરોના વેક્સિન/ કાશ્મીરમાં ડોર ટુ ડોર રસીકરણનો અભિયાન,કોરોનાના નવા 1718 કેસો નોંધાયા

કાશ્મીરમાં કોરોનાથી 24નાં મોત

India
નમનાાૈ કાશ્મીરમાં ડોર ટુ ડોર રસીકરણનો અભિયાન,કોરોનાના નવા 1718 કેસો નોંધાયા

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે દેશા દરેક રાજ્યમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન થઇ રહ્યું છે.હાલ કોરોનાની ગતિ મંદ પડી રહી છે કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટોડો જોવા મળી રહ્યો છે.જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાની લહેરે તાંડવ મચાવ્યો હતો પરતું હવે કોરોનાની રપતાર મંદ પડી છે. જમ્મુ કાશ્મીમાં પણ નવા કોસોની સરખામણીમાં રિકવરીના કેસો બે ગણા થયાં છે. જે સારી વાત છે. જમ્મુ કાશ્મીરમાં હાલ કોરોના મામલે સારી સ્થિતિ જોવા મળી રહી છે.અને ડોર ડુ ડોર રસી લગાવવાનો અભિયાન ચાલી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમણના 1718 કેસો સામે આવ્યા છે. અને 24 લોકોના કોરોનાથી મોત થયાં છે. જમ્મુમાંથી 585 અને કાશ્મીરમાંથી1133 કેસો સામે આવ્યા છે. અને કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા 3391 થઇ છે. એક્ટિવ કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ 31579 કેસો છે.