Not Set/ 100% VVPAT વેરીફીકેશનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે 100 ટકા વીવીપેટનો ઇવીએમ સાથે મેચ કરવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા અરજી બકવાસ કહેતા કહ્યું કે અમે આ અરજીઓને વારંવાર સમય આપી શકતા નહીં.અગાઉ આવી અરજીનો ચીફ જસ્ટિસ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.હવે વારંવાર આવી અરજી કરવાનો.મતલબ નથી. આપને જાણવી દઈએ કે ચેન્નઈના ટેક ફોર ઓલએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ […]

India
trtr 10 100% VVPAT વેરીફીકેશનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે મંગળવારે 100 ટકા વીવીપેટનો ઇવીએમ સાથે મેચ કરવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા અરજી બકવાસ કહેતા કહ્યું કે અમે આ અરજીઓને વારંવાર સમય આપી શકતા નહીં.અગાઉ આવી અરજીનો ચીફ જસ્ટિસ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.હવે વારંવાર આવી અરજી કરવાનો.મતલબ નથી.
આપને જાણવી દઈએ કે ચેન્નઈના ટેક ફોર ઓલએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ટેક્નિકલી રીતે વીવીપેટથી જોડાય ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ઠીક નથી. અરજદારએ ઇવીએમ મશીનોમાં ગડબડીના હવાલા આપ્યા હતા, કોર્ટથી બધા ઇવીએમના બધા વીવીપેટથી મેચ  કરવાની  માગણી કરી હતી.
આ પહેલાં 7 મે ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ઇવીએમ અને વીવીપેટની સ્લીપની મેચિંગ વાળી વિપક્ષની અરજી રદ કરવામાં આવી છે. તેના માટે કુલ 21 વિપક્ષી દળોએ અરજી દાખલ કરી હતી.આ અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચ 50 ટકા વીવીપીટ સ્લીપ ઇવીએમથી મળવાનો આદેશ આપે.
કોર્ટના ચુકાદા પછી, અરજદારો તરફથી વરિષ્ટ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે કોર્ટના નિર્ણયનું માન આપીએ છીએ. અમારા માંગના કારણે એકની જગ્યાએ પાંચ બૂથ પર વીવીપેટ મેચની વાત સ્વીકારી છે.