Not Set/ આસામના રાજ્યપાલ જગદીશ મુખીને પણ થયો કોરોના, હોસ્પિટલમાં થયા દાખલ

આસામના રાજ્યપાલ જગદીશ મુખીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ વિષે એક અધિકારીએ માહિતી આપી છે.

Top Stories India
રાજ્યપાલ

દેશમાં કોરોના વાયરસ તેનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. એક પછી એક લોકોને તે તેની ચપેટમાં લઈ રહ્યો છે. સામાન્ય જનતાથી લઈને મોટા મોટા સ્ટાર્સ અને રાજનેતાઓ આ વાયરલની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક નામ ઉમેરાયું છે. આસામના રાજ્યપાલ જગદીશ મુખીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ વિષે એક અધિકારીએ માહિતી આપી છે.

આ પણ વાંચો :Add Newદેશમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક,છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ

અધિકારીએ જણાવ્યું કે જગદીશ મુખીને બુધવારે ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. “ગવર્નરને ગઈકાલે સાંજે શહેરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે,” તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલની પત્નીમાં ચેપની પુષ્ટિ થઈ નથી અને તે રાજભવનમાં છે.

આપને જણાવી  દઈએ કે, ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,47,417 કેસ નોંધાયા છે, મે 2021 પછી પહેલીવાર એક દિવસમાં આટલા બધા કેસ નોંધાયા છે. નવા કેસમાં વધારો થવાની સાથે મૃત્યુઆંક પણ ઊંચો જઈ રહ્યો છે, દેશમાં વધુ 380 દર્દીઓના કોરોનાથી મોત થઈ ગયા છે. ભારે ઉછાળા સાથે એક્ટિવ કેસ 11,17,531 થઈ ગયા છે.

આ પણ વાંચો : કચ્છમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આચંકા,દુધઇથી 20 કિ.મી.દૂર કેન્દ્રબિંદુ

ઓમિક્રોનના કેસ દેશના 28 રાજ્યોમાં ફેલાઈ ગયા છે, દેશમાાં કુલ કેસની સંખ્યા 5,488 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો નોંધાતા ટેસ્ટિંગ કેપેસિટી પણ વધારવામાં આવી રહી છે. 24 કલાકમાં વધુ 18,86,935 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધી કરાયેલા ટેસ્ટનો આંકડો વધીને 69,73,11,627 થઈ ગયો છે. ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલતા રસીકરણ અભિયાનમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 157.36 કરોડ (1,57,36,18,605) થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં વધુ 58,11,487 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :પ્રયાગરાજમાં માઘ મેળા પહેલા જ કોરોના વિસ્ફોટ 38 પોલીસ કોરોના સંક્રિમત,મકરસંક્રાતિ પર્વે 1 લાખ શ્રદ્વાળુઓ પહોચશે

આ પણ વાંચો :આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક,કોરોના મહામારીની ચર્ચા કરશે

આ પણ વાંચો :કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઇલી કોરોના સંક્રમિત,ટ્વિટથી આપી માહિતી