India-New zealand ODI series/ પ્રથમ વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 307 રનનો લક્ષ્યાંકઃ ટોપ થ્રી ઝળક્યા

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વન-ડેની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ટોપ-થ્રીની શાનદાર બેટિંગના સથવારે 50 ઓવરમાં 7 વિકેટે 306 રન કરતા ન્યૂઝીલેન્ડને જીતવા માટે 307 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

Top Stories Sports
Shreyas ayer પ્રથમ વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 307 રનનો લક્ષ્યાંકઃ ટોપ થ્રી ઝળક્યા
  • ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગમાં ઉતાર્યુ
  • ભારતના 7 વિકેટે 306 રન
  • બંને ઓપનરોની હાફ સેન્ચુરી અને પહેલી વિકેટની 124 રનની ભાગીદારી
  • શ્રેયસ ઐયરના 77 બોલમાં 4 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 80 રન
  • વોશિંગ્ટન સુંદરના 16 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 37 રન

ન્યૂઝીલેન્ડ (New zealand) સામેની ત્રણ વન-ડેની (ODI) શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે (India) ટોપ-થ્રીની (Top three) શાનદાર બેટિંગના સથવારે 50 ઓવરમાં 7 વિકેટે 306 રન કરતા ન્યૂઝીલેન્ડને જીતવા માટે 307 રનનો લક્ષ્યાંક મળ્યો છે.  ડે-નાઇટ (Day-night) મુકાબલામાં  કેપ્ટન વિલિયમ્સને (Captain williamson) ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યુ તો ભારતની શિખર ધવન (Shikhar dhawan) અને શુબમન ગિલની (Shubman gill) ઓપનિંગ જોડીએ આ જુગાર ફળવા દીધો ન હતો. બંનેએ 23 ઓવરમાં પ્રથમ વિકેટની 124 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

ગિલે આઇપીએલમાં તેનું જોવા મળેલું ફોર્મ વન-ડેમાં પણ જાળવી રાખ્યું હતું.  તેણે આઉટ થતાં પૂર્વે 65 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 50 રન કર્યા હતા. ગિલની સાથે-સાથે કેપ્ટન શિખર ધવન પણ તરત જ આઉટ થઈ ગયો હતો. તેણે 77 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 72 રન કર્યા હતા.

Shikhar dhawan પ્રથમ વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 307 રનનો લક્ષ્યાંકઃ ટોપ થ્રી ઝળક્યા

બંને ઓપનરોને ભારતે 124 રનના સ્કોર પર જ ગુમાવી દીધા હતા.  તેના પછી ભારત માટે વન-ડેમાં આધારસ્તંભ બનેલા બેટ્સમેન શ્રેયસ ઐયર (Shreyas Aiyar) અને પંતે (Pant) બાજી સંભાળી હતી. પણ પંત અને સૂર્યકુમારને (Suryakumar) લોકી ફર્ગ્યુસને (Lockie Ferguson) એક જ ઓવરમાં આઉટ કરતાં ભારત 32 ઓવરમાં 160 રનમાં 4 વિકેટ ગુમાવી મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું.

ભારતને આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હોય તો તે શ્રેયસ ઐયર અને સંજુ સેમ્સન (Sanju samson) વચ્ચે પાંચમી વિકેટની 94 રનની ભાગીદારીએ બહાર કાઢ્યું હતું. સંજુ સેમસન 38 બોલમાં 4 ચોગ્ગા સાથે 36 રન કરી આઉટ થયો તે પૂર્વે ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી ગયો હતો. સંજુ સેમ્સનના આઉટ થયા પછી બેટિંગમાં આવેલા સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે (Washington Sundar) 16 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથેની તોફાની ઇનિંગ રમી હતી. તેના લીધે ભારત 300 રનનો સ્કોર વટાવવામાં સફળ રહ્યુ હતુ. ભારતની ઇનિંગનો કર્ણધાર શ્રેયસ ઐયર 76 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 80 રન કરી અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. સાઉથીએ તેને કોન્વોયના હાથમાં ઝીલાવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન 59 રન આપી 3 વિકેટ ઝડપી સૌથી સફળ બોલર રહ્યો હતો. સાઉથીએ પણ 3 વિકેટ ઝડપી હતી, પરંતુ 73 રન આપી તે સૌથી ખર્ચાળ બોલર રહ્યો હતો.