Not Set/ પશ્ચિમ બંગાળ : ચા ની દુકાનમાં ઘુસી ગઈ ટ્રક, ચારનાં મોત, બે ઘાયલ

પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં પૂર ઝડપે એક ટ્રક ચા ની દુકાનમાં ઘુસી ગઈ. ટ્રકેના ચપેટામાં આવીને ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે ઘાયલ થયાં હતાં. રવિવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે, ટ્રકનું સંતુલન બગડ્યું અને તે 512 નેશનલ હાઇવે પર આવેલા ચાના સ્ટોલમાં ઘુસી ગઈ હતી. ગંગરામપુરના આવેલ આ ચા ની દુકાન પર જ્યારે પૂર ઝડપે […]

India
aaaamahi 5 પશ્ચિમ બંગાળ : ચા ની દુકાનમાં ઘુસી ગઈ ટ્રક, ચારનાં મોત, બે ઘાયલ

પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં પૂર ઝડપે એક ટ્રક ચા ની દુકાનમાં ઘુસી ગઈ. ટ્રકેના ચપેટામાં આવીને ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં અને બે ઘાયલ થયાં હતાં. રવિવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે, ટ્રકનું સંતુલન બગડ્યું અને તે 512 નેશનલ હાઇવે પર આવેલા ચાના સ્ટોલમાં ઘુસી ગઈ હતી.

ગંગરામપુરના આવેલ આ ચા ની દુકાન પર જ્યારે પૂર ઝડપે આવી રહેલ ટ્રક ચા ના સ્ટોલ સાથે અથડાઇ હતી ત્યારે 6 લોકો ત્યાં ચા પી રહ્યા હતા. બધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે સ્થળ પર જ ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને માલદા કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

મૃતકોમાં બે લોકોની ઓળખ નાગરિક સ્વયંસેવકો તરીકે કરવામાં આવી છે જ્યારે અન્ય બે સ્થાનિક રહેવાસી છે. બંને ઇજાગ્રસ્તોની ઓળખ નાગરિક સ્વયંસેવકો તરીકે થઈ છે. ટ્રક ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.