Not Set/ કર્ણાટક: ૧૫,૦૦૦ મહિલાઓની ડિલીવરી કરાવનાર ‘ જનની અમ્મા ‘ એ દુનિયાને કહ્યું અલવિદા

કર્ણાટકમાં ૧૫૦૦૦થી વધારે ડિલીવરી કરાવનાર સુલગટ્ટી નરસમ્માનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કર્ણાટકના નિવાસી હતા જ્યાં તેમને લોકો ‘ જનની અમ્મા ‘ નામથી બોલાવતા હતા. ૨૯ નવેમ્બરના રોજ તેમને શ્વાસની બીમારીને કારણે બેંગ્લોરની બીજીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૫ દિવસથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ಉಸಿರಾಟದ ತೊಂದರೆಯಿಂದ ಸೂಲಗಿತ್ತಿ ನರಸಮ್ಮರವರು ನಿಧನರಾದ […]

Top Stories India Trending
JANANI AMMA કર્ણાટક: ૧૫,૦૦૦ મહિલાઓની ડિલીવરી કરાવનાર ' જનની અમ્મા ' એ દુનિયાને કહ્યું અલવિદા

કર્ણાટકમાં ૧૫૦૦૦થી વધારે ડિલીવરી કરાવનાર સુલગટ્ટી નરસમ્માનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કર્ણાટકના નિવાસી હતા જ્યાં તેમને લોકો ‘ જનની અમ્મા ‘ નામથી બોલાવતા હતા.

૨૯ નવેમ્બરના રોજ તેમને શ્વાસની બીમારીને કારણે બેંગ્લોરની બીજીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

છેલ્લા ૫ દિવસથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

જનની અમ્માના નિધનના સમાચાર મળતા કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા હોસ્પિટલ પહોચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોણ હતા જનની અમ્મા ?

કર્ણાટક રાજ્યના તેવા વિસ્તાર કે જ્યાં કોઈ મેડીકલની સુવિધા પ્રાપ્ય નથી તે જગ્યાએ અમ્મા સુરક્ષિત ડિલીવરી કરાવતા હતા. અત્યાર સુધી તેમણે ૧૫૦૦૦ મહિલાઓની સુરક્ષિત ડિલીવરી કરાવી છે.

તેમની આ અભૂતપૂર્વ સિદ્ધિને લીધે તેમને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત બીજા પણ ઘણા સમ્માન તેમને મળી ચુક્યા છે. તેમની આ સમાજસેવા જોઇને તુમકુર યુનીવર્સીટીએ તેમને ડોક્ટરની પડવી પણ આપી હતી.

નરસમ્માને ચાર દીકરા, ત્રણ દીકરીઓ અને ૩૬ પૌત્રો-પૌત્રીઓ છે.