કાશ્મીર પરના ટ્વીટ બાદ જેએનયુની વિદ્યાર્થી અને પૂર્વ વિદ્યાર્થી સંઘના નેતા શહલા રાશિદ સતત ઘેરાયેલા જોવા મળે છે. શેહલાએ રવિવારે ઘણાં ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે કાશ્મીરની સ્થિતિ અત્યંત ખરાબ છે. હવે તેમની સામે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા જૂઠ્ઠાણા ફેલાવવા અને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકતા તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરજદારે વિદ્યાર્થી નેતાની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગ કરી હતી. શહલા રાશિદ ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહી છે. સેનાએ શહલાના આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે આ હકીકત વગરના આક્ષેપો છે.
શહલા રાશિદ પણ ખુદ કાશ્મીરી છે અને મૂળ શ્રીનગરની છે. કલમ 370 હટાવ્યા બાદથી તે ટ્વિટર પર સતત સરકાર વિરુદ્ધ સક્રિય છે. રવિવારે શહલાએ એક પછી એક અનેક ટ્વીટ્સ કરીને દાવો કર્યો હતો કે કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. સૈન્ય અને પોલીસ લોકો સામાન્ય નાગરિકોના ઘરોમાં પ્રવેશ કરી રહ્યા છે અને તેઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. તેમણે શોપિયાંમાં કેટલાક લોકો પર સુરક્ષા દળો દ્વારા બળજબરીથી અટકાયત અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.
હવે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે શહલાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. અરજદારે કહ્યું છે કે રાશિદ કાશ્મીરની પરિસ્થિતિ અંગે જુઠ્ઠાણા ફેલાવી રહી છે. તે નફરત ફેલાવવાનું કામ કરી રહી છે અને તેની ધરપકડ થવી જ જોઇએ. શહલા તેના ટેકામાં સતત ટ્વીટ કરી રહી છે.
સુરક્ષા દળો પરના આરોપોની સાથે-સાથે કાશ્મીરની સ્થિતિને લઈને તેમના ટ્વીટ પર સૈન્યનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. સેનાએ વિદ્યાર્થી નેતાના આક્ષેપોને રદ કરતાં કહ્યું કે આ પાયાવિહોણા અને તથ્યહીન દાવા છે, જેમાં કોઈ સત્ય નથી. લશ્કરી દળો અને વહીવટીતંત્રનું કહેવું છે કે કાશ્મીરની પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. શ્રીનગરમાં આજથી અને ઘણી શાળાઓ પણ ખુલી છે.
Indian Army: Allegations levelled by Shehla Rashid are baseless and rejected. Such unverified & fake news are spread by inimical elements and organisations to incite unsuspecting population. pic.twitter.com/m6CPzSXZmJ
— ANI (@ANI) August 18, 2019
જેએનયુના વિદ્યાર્થી નેતા શહલા રાશિદ સતત ટ્વિટર પર સક્રિય છે. તેમણે રવિવારે અનેક ટ્વિટ કર્યા અને દાવો કર્યો કે કાશ્મીરમાં સુરક્ષા દળના જવાનો બળજબરીથી સ્થાનિક નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. કોઈ કારણસર તેમની અટકાયત કરવામાં આવી રહી છે. આજે પણ તેમણે ભાજપ વિરુદ્ધ અનેક ટ્વીટ્સ કરી હતી. એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, ભાજપના જણાવ્યા મુજબ, ઉમર અબ્દુલ્લા, શહલા રાશિદ, કપિલ કાક, રામચંદ્ર ગુહા, કવિતા કૃષ્ણન સહિતના દરેક લોકો પાકિસ્તાન પ્રાયોજિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
