Not Set/ સુષ્મા સ્વરાજની અંતિમયાત્રામાં ચૌધાર આંસુએ રડી પડ્યા 96 વર્ષના મહાશય ધર્મપાલ ગુલાટી

દિલ્હી, પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન માટે પહોંચેલા MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી ચૌધાર આંસુએ રહી પડ્યાં હતા.સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે 96 વર્ષીય ધર્મપાલ ગુલાટી ભાજપના મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા. સુષ્માના શરીરને જોઇને તેઓ તેમના આંસુ રોકી શક્ય નહોતા અને તે જમીન પર બેસીને રડવા લાગ્યા હતા. Delhi: Mahashay Dharampal Gulati, […]

Top Stories
aaae 13 સુષ્મા સ્વરાજની અંતિમયાત્રામાં ચૌધાર આંસુએ રડી પડ્યા 96 વર્ષના મહાશય ધર્મપાલ ગુલાટી

દિલ્હી,

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન માટે પહોંચેલા MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી ચૌધાર આંસુએ રહી પડ્યાં હતા.સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે 96 વર્ષીય ધર્મપાલ ગુલાટી ભાજપના મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા. સુષ્માના શરીરને જોઇને તેઓ તેમના આંસુ રોકી શક્ય નહોતા અને તે જમીન પર બેસીને રડવા લાગ્યા હતા.

આપને જણાવી દઈએ એક  સુષ્મા સ્વરાજને મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સુષ્મા સ્વરાજ રાત્રે 11 વાગ્યાની આસપાસ અવસાન પામ્યા હતા. સુષ્માના નિધનની જાણ થતાંની સાથે જ આખો દેશ શોકમાં ડૂબી ગયો.

અવસાન બાદ સુષ્મા સ્વરાજના પાર્થવદેહને જંતર-મંતર પાસેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે સુષ્માના અંતિમ દર્શન માટે લોકોનો જમાવડો થયો હતો. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, યુપીના અધ્યક્ષ સોનિયા ગાંધી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ઘણા નેતાઓએ સુષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.