Not Set/ સગીરાનું અપહરણ કરી બંધ રૂમમાં આખી રાત દુષ્કર્મ કરતો રહ્યો શિક્ષક

બિહારમાં છોકરીઓ જરાય સલામત નથી અને પોલીસ આ દીકરીઓને બચાવવામાં સંપૂર્ણ રીતે અસમર્થ છે. બિહારના સુપૌલ જિલ્લામાંથી તાજેતરનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગીર બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. બન્યું એવું કે ઘરની નજીક પિતાની આવવાની રાહ જોતી એક સગીરાનું અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. એક શિક્ષક પર છોકરીનો બળાત્કાર કરવાનો આરોપ […]

India
rape minor.jpg2 સગીરાનું અપહરણ કરી બંધ રૂમમાં આખી રાત દુષ્કર્મ કરતો રહ્યો શિક્ષક

બિહારમાં છોકરીઓ જરાય સલામત નથી અને પોલીસ આ દીકરીઓને બચાવવામાં સંપૂર્ણ રીતે અસમર્થ છે. બિહારના સુપૌલ જિલ્લામાંથી તાજેતરનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગીર બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. બન્યું એવું કે ઘરની નજીક પિતાની આવવાની રાહ જોતી એક સગીરાનું અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. એક શિક્ષક પર છોકરીનો બળાત્કાર કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આ ઘટના બાદ પીડિતાએ શુક્રવારે રાત્રે નિર્મલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે પીડિતા તેના ઘરની નજીક પિતાના આવવાની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન બાઇક પર સવાર બે યુવકો શિક્ષક સાથે ત્યાં આવ્યા હતા અને તેમને બળજબરીથી બાઇક પર બેસાડીને જૂની રજિસ્ટ્રી ઓફિસ નજીકના રૂમમાં લઈ ગયા હતા. પીડિતાના કહેવા મુજબ, શહેરની પ્રભાત શિક્ષા સદન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી શંભુએ તેનો વિરોધ કરવા બદલ યુવતી પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન, પીડિતાની જમણી આંખના નીચેના ભાગને ઇજા થઈ હતી. આ પછી આરોપીઓએ એક બંધ રૂમમાં આખી રાત તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટના બાદ પીડિતાને યુવક દ્વારા ધમકી પણ આપવામાં આવી છે. પીડિતાએ એમ પણ કહ્યું હતું કે આરોપીએ તેને ધમકી આપી છે કે જો કોઈને આ ઘટના વિશે જાણ કરશે તો પરિવારના બધા સભ્યોની પણ હત્યા કરવામાં આવશે. ઘટના બાદ પીડિત પરિવાર પણ ગભરાઈ ગયો છે. કોઈક રીતે પીડિતા પોલીસ મથકે પહોંચી તેની ફરિયાદ આપી હતી. જો કે, નિર્મલી પોલીસ સ્ટેશનની પોલીસે બનાવની તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.