Not Set/ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડીસી ઓફિસની બહાર ગ્રેનેડ વિસ્ફોટ, 5 લોકો થયા ઘાયલ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલો થયો છે. અનંતનાગમાં ડીસી ઓફિસની  બહાર ગ્રેનેડ વિસ્ફોટમાં 4 થી 5 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સુરક્ષા દળોએ સમગ્ર  વિસ્તારને ઘેરી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ ડીસી ઓફિસની સુરક્ષા  હેઠળ તૈનાત સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંકી દીધા હતા અને તેઓ નાસી છૂટયા હતા. આ હુમલામાં 5 લોકો ઘાયલ […]

India
aaaaaaa 7 જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડીસી ઓફિસની બહાર ગ્રેનેડ વિસ્ફોટ, 5 લોકો થયા ઘાયલ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલો થયો છે. અનંતનાગમાં ડીસી ઓફિસની  બહાર ગ્રેનેડ વિસ્ફોટમાં 4 થી 5 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સુરક્ષા દળોએ સમગ્ર  વિસ્તારને ઘેરી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ ડીસી ઓફિસની સુરક્ષા  હેઠળ તૈનાત સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંકી દીધા હતા અને તેઓ નાસી છૂટયા હતા.

આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક રહીશો ઘાયલ હોવાનું કહેવમાં આવી રહ્યું છે. હુમલો થયા બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. આ સાથે જ આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવ્યાને આજે 2 મહિના થયા છે. કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને દૂર કર્યા પછી, આજે પણ કાશ્મીરમાં 61 મા દિવસે પણ જનજીવન પ્રભાવિત થયું હતું. મુખ્ય બજારો બંધ રહ્યા હતા અને જાહેર પરિવહન પણ રસ્તાઓ પર દેખાડ્યું હતું. સવારે 7:30 થી 11 દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં કેટલીક દુકાનો ખુલી.

ઉત્તર કાશ્મીરના હંડવારા અને કુપવાડા વિસ્તારો સિવાય તમામ વિસ્તારોમાં મોબાઇલ સેવાઓ બંધ છે. 4 ઓગસ્ટની રાતથી ખીણમાં ઇન્ટરનેટ સુવિધા સસ્પેન્ડ કરવામાં આવી છે. આર્ટિકલ 370 હટાવવા અને ખીણને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના 5 ઓગસ્ટના કેન્દ્રના નિર્ણય બાદથી કાશ્મીરમાં શાળાઓના શિક્ષણને અસર થઈ છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડીસી ઓફિસની બહાર ગ્રેનેડ વિસ્ફોટ, 5 લોકો થયા ઘાયલ

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.