Court of Kerala/ ભાજપ નેતાની હત્યા કેસમાં 14 લોકોને ફાંસીની સજા, બદલો લેવા માટે કરવામાં આવી હતી હત્યા

કેરળની કોર્ટે બીજેપી નેતાની હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. કોર્ટે PFI સાથે સંકળાયેલા તમામ 14 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 30T034727.254 ભાજપ નેતાની હત્યા કેસમાં 14 લોકોને ફાંસીની સજા, બદલો લેવા માટે કરવામાં આવી હતી હત્યા

કેરળની કોર્ટે બીજેપી નેતાની હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. કોર્ટે PFI સાથે સંકળાયેલા તમામ 14 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેરળની કોર્ટે વર્ષ 2021માં ભાજપના એક નેતાની હત્યાના કેસમાં એસડીપીઆઈ સાથે જોડાયેલા આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. બીજેપી નેતા રણજીતની તેમના જ ઘરમાં તેની માતા, પત્ની અને પુત્રીની નજર સામે જ હત્યા કરવામાં આવી હતી. હવે આ હત્યા કેસમાં કોર્ટે પણ સજાની જાહેરાત કરી છે.

હકીકતમાં, બીજેપી નેતા રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં કોર્ટે PFI અને SDPI સાથે જોડાયેલા સભ્યોને સજા સંભળાવી છે. તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન PFI અને તેની રાજકીય પાંખ SDPIના સભ્યો છે. તમને જણાવી દઈએ કે બીજેપી નેતા રણજીત શ્રીનિવાસ વ્યવસાયે વકીલ હતા. રંજીતની 19 ડિસેમ્બર 2021ના રોજ અલપ્પુઝાના વેલ્લાકિનારમાં તેના ઘરમાં તેની માતા, પત્ની અને નાની પુત્રીની સામે હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસનું કહેવું છે કે SDPI લોકોએ રણજીતની હત્યા પહેલા રાજ્ય સચિવ કેએસ શાનની હત્યાનો બદલો લેવા માટે આ અંજામ આપ્યો છે. રણજિતની હત્યા એ SDPI લોકો દ્વારા બદલો લેવાની કાર્યવાહી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:INDIAN NAVY/એડનની ખાડીમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન, INS સુમિત્રાએ 19 પાકિસ્તાની ખલાસીઓ સહિત ઈરાની જહાજને બચાવ્યું

આ પણ વાંચો:Land For Jobs Case/શું છે લેન્ડ ફોર જોબ કૌભાંડ? જેમાં લાલુ પરિવારના ગળા પર લટકી રહી છે તલવાર 

આ પણ વાંચો:Land For Jobs Case/EDએ આજે ​​તેજસ્વીને બોલાવ્યા, 10 કલાકની પૂછપરછ બાદ ગઈકાલે રાત્રે 9 વાગ્યે લાલુને કર્યા મુક્ત