Not Set/ બારેમાસ આહલાદક વરસાદી વાતાવરણથી તરબતર રહે છે દેશના આ ગામો

ઝરમર વરસાદી મોસમ શરૂ થઇ છે અને લોકોના મન રોમાંચિત થઇ ઉઠ્યાં છે.કાળઝાળ ગરમીથી ત્રાહિમામ થયેલાં લોકોને ચોમાસાની ભીની ઠંડક આકર્ષે છે.વરસાદમાં ચારે તરફ ખીલી ઉઠેલી પ્રકૃતિ મનને શાંતિ આપે છે. દેશના અન્ય ભાગોમાં તો માત્ર ચોમાસા દરમિયાન જ વરસાદ પડે છે. પરંતુ ભારતમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં માત્ર ચોમાસાના ચાર મહિના જ નહીં […]

India
mahi bh બારેમાસ આહલાદક વરસાદી વાતાવરણથી તરબતર રહે છે દેશના આ ગામો

ઝરમર વરસાદી મોસમ શરૂ થઇ છે અને લોકોના મન રોમાંચિત થઇ ઉઠ્યાં છે.કાળઝાળ ગરમીથી ત્રાહિમામ થયેલાં લોકોને ચોમાસાની ભીની ઠંડક આકર્ષે છે.વરસાદમાં ચારે તરફ ખીલી ઉઠેલી પ્રકૃતિ મનને શાંતિ આપે છે. દેશના અન્ય ભાગોમાં તો માત્ર ચોમાસા દરમિયાન જ વરસાદ પડે છે. પરંતુ ભારતમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં માત્ર ચોમાસાના ચાર મહિના જ નહીં બારે માસ વરસાદી વાતાવરણ રહે છે.અહીં અમે આપને એવા વિસ્તારની સફરે લઇ જવા માંગીએ છીએ જ્યાં હંમેશા વરસાદી વાતાવરણ તો રહે છે સાથે સાથે વાદળછાયી હરિયાળી પણ છવાયેલી રહી છે..

માસિનરામ ગામમાં બારેમાસ વરસાદ

મેઘાલયનું માસિનરામ ગામ વિશ્વમાં સૌથી વધુ વરસાદી વિસ્તાર તરીકે જાણીતો છે. અહીં લગભગ 11, 871 મિલીમીટર વરસાદ પડે છે. અહીંયા લોકો છત્રી વિના ઘરની બહાર પગ પણ નથી મૂકતા. બંગાળની ખાડીના કારણે માસિનરામમાં ભેજનું પ્રમાણ વધારે છે. વરસાદના કારણે અહીં હરિયાળીનું પ્રમાણ વધારે છે. સાથે મન લોભાવતા ઘણાં જળાશયો પણ આવેલા છે.

માસિનરામમાં વરસાદ અંગે વાંચીને ભલે તમે કલ્પનામાં રાચવા લાગ્યા હોવ પરંતુ અહીંના લોકો માટે આ સ્થિતિ અઘરી છે. એક સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, અહીં સૂરજ નથી દેખાતો અને જો વીજળી ના હોય તો ઘરની અંદર અંધારું રહે છે. દિવસે પણ વાતાવરણ ધૂંધિયું રહે છે. ચેરાપુંજીમાં સામાન્ય રીતે રાત્રે વરસાદ પડે છે. વરસાદ સિવાય આ સ્થળ અહીંના ખાસ ફૂલોના કારણે પણ જાણીતું છે.

संबंधित इमेज

અગુમ્બેમાં હંમેશા પથરાયેલી રહે છે લીલી ચાદર

અગુમ્બે કર્ણાટકનું એક નાનકડું શહેર છે. આ શહેર ભારતના વેસ્ટર્ન ઘાટ પર આવેલું છે. અહીં વર્ષમાં સરેરાશ 7,691 મિલીમીટર વરસાદ પડે છે. અહીં ચારેબાજુ લીલી ચાદર પાથરેલી હોય તેવો નજારો જોવા મળે છે. અહીં વાર્ષિક સરેરાશ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અહીં જવાનો સૌથી સારો સમય નવેમ્બરથી જાન્યુઆરી છે.

અગુમ્બેની આસપાસ આવેલા ઝાડ સોમેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીનો ભાગ છે. આને ‘ચેરાપુંજી ઓફ સાઉથ’ પણ કહેવાય છે. અગુમ્બેથી 27 કિલોમીટરના અંતરે આવેલું શ્રૃંગેરીનું મુખ્ય માર્કેટ કર્ણાટકના સૌથી જાણીતા યાત્રા સ્થાન પાસે છે.

country मासिनराम के लिए इमेज परिणाम

મહાબળેશ્વરની માદક હવાનો આનંદ જ અલગ છે..

ભારતમાં સૌથી વધારે વરસાદ પડતો હોય તેવા સ્થળોમાં મહારાષ્ટ્રનું મહાબળેશ્વર પણ છે. અહીં વર્ષમાં 5,618 મિલીમીટર વરસાદ પડે છે. આ સ્થળ વેસ્ટર્ન ઘાટની ઘણું નજીક આવેલું છે. આમ તો અહીં આખું વર્ષ વરસાદ પડે છે પરંતુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય છે.

મહાબળેશ્વર મુંબઈથી લગભગ 270 કિલોમીટર દૂર આવેલાં વેન્ના લેક વિસ્તાર છે. મુંબઈથી ડ્રાઈવ કરીને વેન્ના લેક પહોંચવામાં ઓછામાં ઓછા 5 કલાક લાગે છે. ખૂબસુરત પર્વતો ઉપરાંત અહીં ઐતિહાસિક મંદિર પણ આવેલું છે. ઉપરાંત અહીં વેન્ના લેક છે જે ટૂરિસ્ટને સૌથી વધારે આકર્ષે છે.
Mahabaleshwar Monsoon के लिए इमेज परिणाम

અંબોલીને આ કારણોસર સ્વર્ગ કહે છે…

મહારાષ્ટ્રમાં આવેલું અંબોલી એક હિલ સ્ટેશન છે. ચોમાસામાં અહીં મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવે છે. આખા વર્ષ દરમિયાન અહીં 7,500 મિલીમીટર વરસાદ પડે છે. આ સ્થળને ‘Mist Paradise’ પણ કહેવામાં આવે છે. આ સ્થળે અસામન્ય પશુઓ જોવા મળે છે. અંબોલીને ‘ક્વિન ઓફ મહારાષ્ટ્ર’ પણ કહેવાય છે. સમુદ્ર તટથી આ સ્થળ 690 કિલોમીટરની ઊંચાઈએ છે.

संबंधित इमेज

ગંગટોક પણ છે વરસાદ માણવાનું સ્થળ
સિક્કિમની રાજધાની ગંગટોકમાં આખા વર્ષમાં 3,737 મિલીમીટર વરસાદ પડે છે. ગંગટોકમાં ઘણી બિલ્ડિંગ્સ બની હોવાથી પહેલા કરતાં આ સ્થળ હવે વધારે મોર્ડન લાગે છે. Rumtek અને Tsomgo લેક ઉપરાંત કાંચનજંગા નેશનલ પાર્ક ટુરિસ્ટના આકર્ષણનું કેંદ્ર છે. ગંગટોકમાં ફરવા માટે ચોમાસું શ્રેષ્ઠ છે.

संबंधित इमेज

તમિલનાડુનું ચિન્નકલર

ચિન્નકલર તમિલનાડુના કોયંબતૂર જિલ્લામાં આવેલું છે. અહીંના હરિયાળા જંગલોમાં લાંબા-લાંબા વાંસના ઝાડ જોવા મળે છે. અહીં 3655.5 મિમી રેઈન ફૉલનો રેકોર્ડ છે.

संबंधित इमेज