Not Set/ ભારતની અધ્યક્ષતામાં આજે ઇરાન સહિત 7 દેશના NSA બેઠકમાં ભાગ લેશે,અફઘાનિસ્તાન પર થશે ચર્ચા

આ બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિની સાથે આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાનની ભૂમિકા પર પણ ચર્ચા થશે

Top Stories India
nsa ભારતની અધ્યક્ષતામાં આજે ઇરાન સહિત 7 દેશના NSA બેઠકમાં ભાગ લેશે,અફઘાનિસ્તાન પર થશે ચર્ચા

આજે ભારતના યજમાનપદે 8 દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિની સાથે આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાનની ભૂમિકા પર પણ ચર્ચા થશે. રશિયા, ઈરાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો બેઠક માટે દિલ્હી પહોંચી રહ્યા છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મુખ્યત્વે જોખમ અને ચિંતાઓ વિશે વાત કરવામાં આવશે.

દિલ્હીમાં થનારી NSAની બેઠકના એજન્ડામાં અફઘાનિસ્તાનમાં અને તેની આસપાસના આતંકવાદના ખતરા પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે, કટ્ટરપંથીકરણના પડકાર, ગેરકાયદે ડ્રગ્સનો વેપાર અને અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં હથિયારોની મોજુદગી સાથે સંબંધિત ચિંતાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ સિવાય અફઘાનિસ્તાનથી હિલચાલની ચિંતા પણ NSA સ્તરની વાતચીતનો મહત્વનો વિષય છે. , અફઘાનિસ્તાનમાં 15 ઓગસ્ટે શું થયું તે અંગે દરેકને ચિંતા છે. આવી સ્થિતિમાં દ્વિપક્ષીય સ્તરે અને ક્ષેત્રીય સ્તરે ઘણી વાતચીત થઈ છે. આ મામલે અફઘાનિસ્તાનના ઘણા પડોશી દેશોએ વર્તમાન સંકટમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે ખુલ્લેઆમ પોતાની આશંકા દર્શાવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં અફઘાનિસ્તાન અને તેની આસપાસ ફેલાયેલા આતંકવાદના નેટવર્ક પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે ISI અને ISIS-KP જૂથ વચ્ચેના સંબંધોની પણ વાત થશે. કારણ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને ISIS-KP વચ્ચે પરસ્પર દુશ્મનીનું ચિત્ર ઊભું થઈ રહ્યું છે અથવા તો તાજેતરના બોમ્બ ધડાકા માટે ISISને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. પરંતુ બંને વાયર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા છે. સ્વાભાવિક છે કે ભારતની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં પાકિસ્તાન માટે પણ મોટો સંદેશ છે. આ બેઠક દર્શાવે છે કે અફઘાનિસ્તાનની પશ્ચિમી સરહદની નજીકના તમામ પડોશીઓ પણ આ મુદ્દે ભારત સાથે પોતાની ચિંતાઓ શેર કરવા માંગે છે.ભારતના nsaએ અજિત ડોભાલની રણનીતિનું એક ભાગ આ બેઠક માનવામાં આવે છે.

આઠ દેશોના NSAએ ભાગ લઇ રહ્યા છે,તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે ,આ મહત્વની બેઠકમાં પાકિસ્તાન અને ચીન ભાગ લઇ રહ્યું નથી.