સાવધાન/ આગામી 2 કલાકમાં બંધ થશે તમારું સિમ કાર્ડ, તમને આવે આવો કોલ તો તરત જ કરો આ કામ

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશનને શુક્રવારએ એક એડવાઈઝરી જારી કરી હતી. તમને જણાવી દઈએ કે કેટલાક યુઝર્સને DOT ના નામથી કૉલ આવી રહ્યા હતા જેમાં તેમને 2 કલાકની અંદર સિમ કાર્ડ બંધ થઈ જશે આવી વાત કહેવામાં આવી રહી હતી.

India Trending
Your SIM card will be blocked in the next 2 hours, if you receive a call, do this immediately

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશનને શુક્રવારએ એક એડવાઈઝરી જારી કરી હતી. તમને જણાવી દઈએ કે કેટલાક યુઝર્સને DOT ના નામથી કૉલ આવી રહ્યા હતા જેમાં તેમને 2 કલાકની અંદર સિમ કાર્ડ બંધ થઈ જશે આવી વાત કહેવામાં આવી રહી હતી.

આનાથી બચવા માટે લોકો પાસેથી ઘણી બધી ડિટેલ્સ માંગવામાં આવી રહી હતી. આ વિષયમાં ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી અને લોકોને જણાવ્યું કે આ એક ફેક કૉલ છે. આવી કોઈ પણ કોલ DOS તરફથી નથી  કરવામાં આવી.   તો જો તમારા ફોન પર આવો કોઈ પણ કોલ આવે છે તરત જ તેને કટ કરી દો અને કોઈ પણ પ્રકારની પર્સનલ ડિટેલ શેર ન કરવાની અપીલ કરવામાં આવી છે.

આવા નંબરને જરૂરથી રિપોર્ટ કરો 

તમને જણાવી દઈએ કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ભારતમાં ટેલિકોમ સેવાઓનું સંચાલન કરે છે. આનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ ફેક કોલ કરીને લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જો તમને પણ DOT અધિકારીનો હોવાનો દાવો કરતો આવો કોલ આવે છે, તો તરત જ કોલ ડિસ્કનેક્ટ કરો અને નંબર બ્લોક કરો. આ સાથે નંબરની પણ જાણ કરો જેથી જ્યારે કોઈ અન્ય વ્યક્તિને આ કોલ આવે તો તેમને પહેલાથી જ ખબર પડે કે આ નંબર સ્પામ સાથે સંબંધિત છે. Truecaller જેવી એપ તમને નંબરની જાણ કરવા તેમજ કૌભાંડના પ્રકારનું વર્ણન કરવાનો વિકલ્પ આપે છે. જો તમે ઇચ્છો તો, તમે નેશનલ ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ નંબરની જાણ કરી શકો છો.

Jio અને Oneweb ને મળ્યું  ISP લાઇસન્સ

DOT એ બુધવારે ISP A (નેશનલ એરિયા) તેમજ VSAT લાયસન્સ OneWeb ને ફાળવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે Jio સેટેલાઈટને ગયા મહિને ISP લાઇસન્સ મળ્યું છે. જેઓ VSAT શું છે તે જાણતા નથી, વાસ્તવમાં, VSAT એ એક એવું ઉપકરણ છે જેમાં એન્ટેના હોય છે જેનો વ્યાસ સામાન્ય રીતે લગભગ એક મીટર હોય છે. VSAT ડેટા, વૉઇસ અને વિડિયો સિગ્નલ ટ્રાન્સમિટ/પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. તેનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ/ATM મશીન કનેક્ટિવિટી માટે થાય છે. સેલ્યુલર મોબાઇલ સેવાઓ માટે બેકહોલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે VSAT નો ઉપયોગ વારંવાર થાય છે. બંને કંપનીઓ હવે ટૂંક સમયમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાન કરશે. Jio અને OneWeb ને GMPCS લાયસન્સ મળી ચૂક્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.

whatsapp ad White Font big size 2 4 આગામી 2 કલાકમાં બંધ થશે તમારું સિમ કાર્ડ, તમને આવે આવો કોલ તો તરત જ કરો આ કામ


આ પણ વાંચો:Manish Sisodia/મનીષ સિસોદિયા બિમાર પત્નીને મળવા તિહાર જેલથી પહોચ્યા ઘરે, કોર્ટમાંથી મળ્યો આટલો સમય

આ પણ વાંચો:Haryana/હરિયાણામાં ઝેરી દારૂના કારણે થયા ડઝનેક લોકોના મોત, મૃત્યુઆંક વધ્યો

આ પણ વાંચો:EPFO/સાત કરોડ પીએફ ધારકોને ઇપીએફઓની દિવાળીની ભેટ