Vaccine/ રસીકરણના પહેલા દિવસે કુલ આટલાં લોકોને અપાઈ રસી…

રસીકરણના પહેલા જ દિવસે કુલ 1, 91, 181 લોકોને કોરોનાની વેકસીન લગાડવામાં આવી છે. વેકસીનેશનની પ્રકિયા માટે 3, 351 સેન્ટર બનાવવામાં આવ્યા છે.

Top Stories India
corona ૧૧૧૧ 5 રસીકરણના પહેલા દિવસે કુલ આટલાં લોકોને અપાઈ રસી...

સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવ્યું છે કે, રસીકરણના પહેલા જ દિવસે કુલ 1, 91, 181 લોકોને કોરોનાની વેકસીન લગાડવામાં આવી છે. વેકસીનેશનની પ્રકિયા માટે 3, 351 સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ વેકસીન સેન્ટર પર 16, 755 લોકોએ વેકસીનની ડ્યૂટી કરી હતી.

સમર્ગ દેશમાં કોરોના સામે જંગ જીતવા માટે કોરોના રસિકરણની પ્રકિયાની શરૂવાત થઈ ગઈ છે. શનિવારે દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદીને વિડિઓ કૉંનફરન્સના માધ્યમથી રસીકરણ અભિયાનની શરૂવાત કરી હતી. ત્યારબાદ સ્વથ્યકર્મીઓ અને ફ્રન્ટ વોરિયર્સને કોરોના વેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રલયએ જણાવ્યું હતું કે રસિકરણના પ્રથમ દિવસે કુલ 1, 91, 181 લોકોને કોરોના વેકસીન આપવામાં આવી હતી. વેકસીનેશનની પ્રકિયા માટે 3, 351 સેન્ટર બનાવવામાં આવ્યા હતા. જેમાં 16, 755 લોકોએ વેકસીન અંગેની કામગીરી કરી હતી.
કેન્ડ અનુસાર કોરોના વેકસીનના 21, 291 ડોઝ ઉત્તર પ્રદેશમાં આપવામાં આવ્યા હતા. મહારાષ્ટ્માં 18, 328, આંધ્ર પ્રદેશમાં 18, 412 અને બિહારમાં 18, 169 લોકોને વેકસીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.

કોરોના વેકસીનેશન દ્રાઇવના પ્રથમ દિવસની મુખ્ય 10 મોટી વાતો.

1. રસિકરણના પ્રથમ દિવસે હેલ્થવર્કર્સ અને ફ્રન્ટ વર્ક્સ સિવાય રક્ષા સંસ્થાના 3, 429 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં ઇન્ડિયન આર્મી અને ભારતીય નૌસાના સૈનિકોનો સમાવેશ થાય છે.

2. દિલ્લીમાં રસીકરણ પછી 30 મામુલી અને એક ગંભીર પ્રતિકૂળ ઘટના ( AEFI ) રિપોર્ટ કરવામાં આવી હતી. જેના કારણથી 22 વર્ષીય લાભાર્થીને ઈલાજ માટે એમસ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જેમાં તેની સ્થિતિ ગંભીર છે.

3. રાજસ્થાનમાં શનિવારે 12, 558 હેલ્થ કેર અને ફન્ટલાઈન વર્ક્સને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

4. દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોકટર એસોસિયેશનને ચિકિત્સા અધીક્ષકને પત્ર લખી અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેમને ઓકસવર્ડ યુનિવર્સિટીના કોવિશિલ્ડનો ઉપયોગ કરી કોરોનાને ડામવા રસીકરણ લગાડવામાં આવશે કે ભારત બાયોટેકની કોવેકસીન. આવો જ અનુરોધ જે.જે હોસ્પિટલના કર્મચારીઓએ મુંબઈમાં પણ કર્યો હતો.

5. મહારાષ્ટ્માં કો – વિન એપમાં ટેક્નિકલ ખામી સર્જાતા રવિવાર અને સોમવાર રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું છે. બીએમસીએ શનિવારે નિવેદન આપ્યું હતું કે, આ સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્ય છે. કોરોના રસીકરણ માટે ડિજિટલ પંજીકરણ આવશ્યક છે. સરકારને ટેકનિકલી ખામી સર્જાતા આજે ઓફલાઇન પંજીકરણની છૂટ આપી દીધી છે.

6. પશ્ચિમ બંગાળમાં સતારુથ કૉંગ્રેસના બે મંત્રીઓએ નિયમોને નેવે મૂકીને કોરોનાની વેકસીન લીધી હતી. તેમની ઓરખ ભાટાર મંત્રી સુભાષ મોડલ અને કટવાના મંત્રી રવીન્દ્રનાથ ચેટરજી હતી. આ અઠવાડિયાની શરુવાતમાં જ મુખ્યમંત્રીઓ સાથે વાતચીતમાં પીએમ મોદીને જન પ્રતીનિધિઓને કોરોના વેકસીન આપવા માટે લાઈન નહિ તોડવા જણાવ્યું હતું.

7. એક વરચુયલ કોનફરન્સને સંબોધિત કરીને કેન્દ્રીય સ્વથ્ય મંત્રી હર્ષ વર્ધનએ લોકોને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે અનુમતિ આપવામાં આવેલી કોવિડ 19 રસી વિશે અફવાઓને દૂર કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. આના સિવાય રસિકરણના અભિયાનમાં બીજા ચરણમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીન આપવામાં આવશે.

8. હૈદરાબાદ નજીક ભારત બાયોટેકએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવેકસીન લગાડવા પર કોઈ લાભાર્થીને કોઈ સ્વથ્ય અંગે સમસ્યા થાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટમાં ઇલજની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તે સિવાય બાયોટેક કંપનીએ કહ્યું હતું કે, વેકસીન લીધા બાદ કોઈ લાભાર્થીને ગંભીર પરિણામ આવે તો આ સ્થિતિમાં કંપની તરફથી વળતર આપવામાં આવશે.

OMG! / લો બોલો..!! હવે આઇસક્રીમને પણ થયો કોરોના…

Corona Update / દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા 15 હજાર કોરોનાનાં કેસ,17…

Covid-19 / વિશ્વમાં કુલ કેસનો આંક 9.49 કરોડને પાર, છેલ્લાં 24 કલાકમાં 7…

9. પંજાબના સીએમ અમરસિંહએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી રાજ્યોના ગરીબો માટે કોરોના વેકસીન નિઃશુલ્ક આપવા માટે વિચાર વિમર્શ કરવા આગ્રહ કર્યો હતો. આ રીતે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને શનિવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યના લોકોબે યથાશકિત અનુસાર નિઃશુલ્ક કોરોનાની રસી આપવા માટે અનુરોધ કર્યો હતો.

10. રાજસ્થાન સરકારે સ્વથ્ય વિભાગ ને કહ્યું હતું કે, આ અઠવાડીમાં ચાર દિવસ કોરોનાને ડામવા રસીકરણ થશે જેમાં રાજ્ય પ્રશાસનના અનુસાર ગુરુવાર, રવિવારે રસીકરણ નહિ કરવામાં આવે. આ રીતે મધ્ય પ્રદેશ સરકારને પણ વેકસીનેશનના પ્રથમ સપ્તાહમાં ચાર દિવસ રસીકરણ કરવાનો નિર્ણય લીધો છે. એમપીમાં રવિવાર, મંગળવાર, અને શુકવારે વેકસીન નહિ લગાડવામાં આવે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…