Not Set/ ઇન્ટરનેશનલ સોલાર અલાઇન્સમાં ભારતે આવકાર્યું ઝામ્બીયા દેશને

નવી દિલી, ભારત દેશે ઝામ્બીયા દેશને ઇન્ટરનેશનલ સોલાર અલાઇન્સમાં સભ્ય તરીકે આવકાર આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ સોમવારે ઝામ્બીયા દેશનાં અગ્રણી નેતાઓ સાથે થયેલી મીટીંગમાં જણાવ્યું કે બંને પાર્લામેન્ટ વચ્ચે થતી ચર્ચાઓથી બંને દેશને ફાયદો થશે. બંને દેશ એકબીજા પાસેથી નવું શીખી શકશે. વધુમાં એમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પાર્લામેન્ટને અમુક ચોક્કસ ક્ષેત્રમાં ઝામ્બીયા પાર્લામેન્ટ […]

Top Stories India
Flag Pins Zambia India ઇન્ટરનેશનલ સોલાર અલાઇન્સમાં ભારતે આવકાર્યું ઝામ્બીયા દેશને

નવી દિલી,

ભારત દેશે ઝામ્બીયા દેશને ઇન્ટરનેશનલ સોલાર અલાઇન્સમાં સભ્ય તરીકે આવકાર આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ સોમવારે ઝામ્બીયા દેશનાં અગ્રણી નેતાઓ સાથે થયેલી મીટીંગમાં જણાવ્યું કે બંને પાર્લામેન્ટ વચ્ચે થતી ચર્ચાઓથી બંને દેશને ફાયદો થશે. બંને દેશ એકબીજા પાસેથી નવું શીખી શકશે.

વધુમાં એમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પાર્લામેન્ટને અમુક ચોક્કસ ક્ષેત્રમાં ઝામ્બીયા પાર્લામેન્ટ સાથે જોડીને ખુબ ખુશી થશે. બંને દેશ પોતાનાં લોકોનાં વિકાસ અને વૃદ્ધિ માટે કામ કરી રહ્યાં છે.

ઇન્ટરનેશનલ સોલાર અલાઇન્સમાં ઝામ્બીયા દેશને સભ્ય તરીકે સ્વીકારતા ઉપરાષ્ટ્રપતિએ ખાતરી આપી કે ભારત દેશ પુન:પ્રાપ્ય એનર્જીને વધારે પ્રમોટ કરશે.

ઉપરાષ્ટ્રપતિએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, એમને આનંદ સાથે જણાવ્યું કે બંને દેશો વચ્ચે વિવિધ સેક્ટરમાં અગ્રીમેન્ટ થયાં છે. જેવાં કે હેલ્થ, એજ્યુકેશન, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે.

બંને દેશો વચ્ચે રહેલી સામ્યતા જેવી કે સાંસ્કૃતિક સામ્યતા, લોકશાહી, નિયમો વગેરેની પણ એમણે નોંધ લીધી હતી.