Not Set/ S-400 મિસાઈલથી અભેદ્ય બનશે ભારત, દુશ્મનની મિસાઈલને પારખી કરશે ખાત્મો

ભારત-રશિયા વચ્ચે એસ-400 ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો હતો. તેના ભાગરૂપે હવે ભારતને બે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ મળવાની તૈયારીમાં છે.

India
S-400

ભારત 2022ની શરૂઆતમાં લદાખ અને અરૂણાચલ પ્રદેશની સરહદે રશિયન બનાવટની બે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી દેવામાં આવશે.જેથી ચીનની સરહદે ભારતીય લશ્કર વધુ મજબૂત બની જશે. કેવી છે આ મિશાલ. આવો જાણીએ.. ભારત-રશિયા વચ્ચે S-400 ડિફેન્સ સિસ્ટમ માટે કરાર થયો હતો. તેના ભાગરૂપે હવે ભારતને બે S-400 એર ડિફેન્સ સિસ્ટમ મળવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચને પાન મસાલા બ્રાન્ડને મોકલી લીગલ નોટિસ, જાણો કેમ…

ભારતીય લશ્કરની બે ટીમ આ એર ડિફેન્સ સિસ્ટમને ઓપરેટ કરવાની તાલીમ રશિયામાં લઈ રહી છે. રશિયન અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતને 2021ના અંત સુધીમાં S-400 ડિફેન્સ સિસ્ટમ આપી દેવાશે. ત્યારબાદ તેના ઈન્સ્ટોલેશનનું કામ શરૂ થશે. 2022ની શરૂઆતમાં એ બંને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ જશે.

a 313 S-400 મિસાઈલથી અભેદ્ય બનશે ભારત, દુશ્મનની મિસાઈલને પારખી કરશે ખાત્મો

આ પણ વાંચો :22 નવેમ્બરે દિલ્હી જશે મમતા બેનર્જી, વરુણ ગાંધી અને PM મોદીને મળશે તેવી ચર્ચા

a 313 7 S-400 મિસાઈલથી અભેદ્ય બનશે ભારત, દુશ્મનની મિસાઈલને પારખી કરશે ખાત્મો

રશિયન બનાવટની આ એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ પૈકીની એક ગણાય છે. એની રેન્જ 400 કિલોમીટર સુધીની છે. આટલે દૂરથી એ દુશ્મનની મિસાઈલને પારખીને તેનો ખાત્મો બોલાવી શકે છે. એક વખતમાં આ એર ડિફેન્સ સિસ્ટમ 36 નિશાન ભેદી શકવા સક્ષમ છે. 30 કિલોમીટરની ઊંચાઈએ પણ આ સિસ્ટમ દુશ્મનના હુમલાને નાકામ બનાવીને મિસાઈલનો ખાતમો બોલાવી શકે છે.ચીન પાસે પણ આ જ એર ડિફેન્સ સિસ્ટમ છે. ચીને ભારતની સરહદ નજીક ગારી ગર ગુંસા એરબેઝ પર એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી છે. ભારત હવે સામેની બાજુ આ જ એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવીને ચીનને જવાબ આપશે.

આ પણ વાંચો :કોરોનાનાં નવા કેસની સરખામણીએ રિકવર થયેલા કેસમાં વધારો

આ પણ વાંચો :આંધ્રપ્રદેશમાં સ્થિતિ ભયાનક, 24 લોકોનાં મોત અને 100 થી વધુ લોકો થયા ગુમ

આ પણ વાંચો :કૃષિ કાયદાને લઇને આ શું બોલી ગયા રાજ્યપાલ કલરાજ મિશ્રા? Video