New Delhi News: ભારત India શુક્રવારે એટલે કે આજે તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ National Space Day ઉજવશે. આ દિવસ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 મિશનના Chandrayan 3 Mission સફળ ઉતરાણની Successful Landing પ્રથમ વર્ષગાંઠ First Anniverssary તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ President Droupadi Murmu દિલ્હીમાં આયોજિત મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રથમ નેશનલ સ્પેસ ડે માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાળા-કોલેજોમાં પણ કાર્યક્રમો યોજાશે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ પણ આ માટે ખાસ તૈયારીઓ કરી છે. પ્રથમ અવકાશ દિવસની થીમ શું છે?
આ વર્ષના અવકાશ દિવસની થીમ શું છે?
2024 માટે રાષ્ટ્રીય અવકાશ દિવસની થીમ Theme “ચન્દ્રને સ્પર્શ કરતી વખતે જીવનને સ્પર્શવું: ભારતની અવકાશ સાગા” (“Touching Lives while Touching the Moon: India’s Space Saga.”) છે. જે સમાજ અને ટેકનોલોજી પર અવકાશ સંશોધનની ઊંડી અસર પર ભાર મૂકે છે. તેનો હેતુ અવકાશ સંશોધનની સમાજ પર સકારાત્મક અસરને પ્રકાશિત કરવાનો છે.
કયા કાર્યક્રમો યોજાશે?
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં આયોજિત મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે આ માત્ર ઉજવણીનો દિવસ નથી પણ ભવિષ્ય માટે ચિંતન અને આયોજનનો પણ દિવસ છે. તેમણે કહ્યું કે આગામી દસ વર્ષમાં અવકાશ અર્થતંત્ર પાંચ ગણું વધીને લગભગ $44 બિલિયન થશે.
રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી માટે છેલ્લા એક મહિનામાં દેશભરમાં એક હજારથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન સ્પેસ હેકાથોન Indian Space Heckathon અને ઈસરો રોબોટિક્સ ચેલેન્જ Robotics Challengeનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-3એ મોકલેલી તસ્વીરો જુઓ
#ISRO is set to reveal the thousands of images captured by the Vikram Lander and Pragyan Rover on #Chandrayaan3‘s landing anniversary, i.e. tomorrow!! 📸 🌖
Here’s a sneak peek at some of those images:
[1/3] Images taken by Pragyan’s NavCam: 👇
(Read alt text for details) pic.twitter.com/8wlbaLwzSX— ISRO Spaceflight (@ISROSpaceflight) August 22, 2024
બેંગલુરુ સ્થિત જવાહરલાલ નેહરુ પ્લેનેટેરિયમે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરના Vikram Lander સોફ્ટ લેન્ડિંગને માન્યતા આપવા માટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. પ્રદર્શનો ઉપરાંત, પ્લેનેટોરિયમ ચંદ્ર પર એક પરિષદ અને ચંદ્રયાન 3 ની રોમાંચક યાત્રા પરના કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યું છે. આ પ્રસંગે બાળકો માટે પેઇન્ટિંગ, પીક એન્ડ સ્પીક, જીગ્સૉ પઝલ અને વોક ઇન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવશે.
તમે લાઈવ પ્રોગ્રામ ક્યાં નિહાળી શકો છો?
નેશનલ સ્પેસ ડે 2024 વિવિધ પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ભારતની અવકાશ યાત્રાને જોવાની, સિદ્ધિઓની ઉજવણી કરવાની અને ભવિષ્યની સિદ્ધિઓની રાહ જોવાની આ એક અનોખી તક હશે. આ કાર્યક્રમ ઈસરોની યુટ્યુબ ચેનલ તેમજ ડીડી ન્યૂઝ પર જોઈ શકાશે.
આ પણ વાંચો:5 લાખથી વધીને 10 લાખ રૂપિયાનું થઈ શકે છે વીમા કવચ, મોદી સરકારની વિચારણા
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં કોલકાતા મહિલા ડોક્ટર કેસની સુનાવણીમાં CJIની ઘોષણા, નેશનલ ટાસ્ક ફોર્સની કરાશે રચના