israel hamas war/ પેલેસ્ટાઈન વિરોધી પોસ્ટ કરવા બદલ ભારતીય ડૉક્ટરે નોકરી ગુમાવી

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે બહેરીને એક ભારતીય ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

Top Stories World
YouTube Thumbnail 2023 10 22T141521.620 પેલેસ્ટાઈન વિરોધી પોસ્ટ કરવા બદલ ભારતીય ડૉક્ટરે નોકરી ગુમાવી

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે બહેરીને એક ભારતીય ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. બહેરીનમાં એક 50 વર્ષીય ભારતીય ડોક્ટરને પેલેસ્ટાઈન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. તેના એમ્પ્લોયરે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. રોયલ બહેરીન હોસ્પિટલે શુક્રવારે એક નિવેદનમાં ડૉ. સુનિલ રાવના ટ્વીટને હોસ્પિટલની આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો અને તેમને બરતરફ કર્યા. જોકે, બાદમાં ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી.

હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું, “અમારા ધ્યાને આવ્યું છે કે ‘ઇન્ટરનલ મેડિસિન’માં નિષ્ણાત તરીકે કામ કરતા ડૉ. સુનીલ રાવે સોશિયલ મીડિયા પર આવી ટ્વીટ કરી હતી, જે આપણા સમાજ માટે વાંધાજનક હતી.” નિવેદન અનુસાર, ”અમે પુષ્ટિ કરીએ છીએ કે તેમના ટ્વીટ્સ અને મંતવ્યો વ્યક્તિગત છે અને તે હોસ્પિટલના મંતવ્યો અને મૂલ્યોને પ્રતિબિંબિત કરતા નથી.” હોસ્પિટલે કહ્યું કે તેણે જરૂરી કાયદાકીય પગલાં લીધા છે અને તરત જ ડૉ. રાવને સસ્પેન્ડ કરી દીધા છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ભારતનું વલણ શું છે?

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ભારત ઈઝરાયેલના પક્ષમાં છે. હમાસના હુમલા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પરના આ આતંકી હુમલાની નિંદા કરી હતી. પીએમ મોદીએ આ યુદ્ધમાં ઈઝરાયલ સાથે ઉભા રહેવાની વાત કરી હતી. ભારતે કહ્યું હતું કે હમાસ એક આતંકવાદી સંગઠન છે અને ભારત કોઈપણ આતંકવાદી હુમલાનો વિરોધ કરે છે. જો કે, ભારતે પેલેસ્ટાઈન અને હમાસ વચ્ચેનો તફાવત પણ દર્શાવ્યો હતો. બાદમાં પીએમ મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસી સાથે પણ ફોન પર વાત કરી અને તેમને માનવતાવાદી સહાય મોકલી હતી. આમ ભારતે વિશ્વ મંચ પર સ્પષ્ટ કરી દીધું કે તે આતંકવાદ સાથે નથી. પરંતુ તેમને પેલેસ્ટાઈનનો કોઈ વિરોધ નથી. તે જ સમયે, ભારતે ઇઝરાયેલ સાથે તેની મજબૂત મિત્રતાની તાકાત પણ બતાવી.


whatsapp ad White Font big size 2 4 પેલેસ્ટાઈન વિરોધી પોસ્ટ કરવા બદલ ભારતીય ડૉક્ટરે નોકરી ગુમાવી


આ પણ વાંચો :israel hamas war/હિઝબુલ્લાહની ઈઝરાયલને ખુલ્લી ધમકી, કહ્યું-‘…ભારે કિંમત ચૂકવવી પડશે’

આ પણ વાંચો :diplomatic crisis/કેનેડા-ભારત રાજદ્વારી વિવાદમાં અમેરિકા અને બ્રિટન કૂદી પડ્યા

આ પણ વાંચો :H1B Visa/અમેરિકાએ H1B વિઝા પ્રોગ્રામમાં કર્યો આ મોટો ફેરફાર, જાણો હવે પ્રવાસીઓ પર તેની શું પડશે અસર