Indian Navy-Rafale/ પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને પડકારવા ભારતીય નૌકાદળને રાફેલની જરૂર

ભારતીય હવાઈદળ પછી ભારતીય નૌકાદળે પણ ફ્રાન્સના રાફેલ વિમાન પર જ પસંદગી ઉતારી છે. તેથી કોઈને પણ સવાલ થાય કે હવાઇદળને તો રાફેલની જરૂરિયાત હતી તે સમજી શકાય

Top Stories Gujarat
Rafale પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને પડકારવા ભારતીય નૌકાદળને રાફેલની જરૂર

ભારતીય હવાઈદળ પછી ભારતીય નૌકાદળે Indian Navy-Rafale પણ ફ્રાન્સના રાફેલ વિમાન પર જ પસંદગી ઉતારી છે. તેથી કોઈને પણ સવાલ થાય કે હવાઇદળને તો રાફેલની જરૂરિયાત હતી તે સમજી શકાય, પરંતુ નૌકાદળને પણ તેની જરૂરિયાત કેમ હતી તે આશ્ચર્યજનક લાગે છે. તેનું કારણ છે ચીન, ચીનનું પ્રશાંત મહાસાગરમાં પ્રભુત્વ સતત વધી રહ્યુ છે. તે આકાશની માંડીને સમુદ્ર બધામાં પ્રભુત્વ વધારી રહ્યુ છે. ભારતે હવાઈ સરહદે તેનો સામનો કરવા તો હવાઈદળે રાફેલને લઈ લીધા, પરંતુ સમુદ્ર મોરચે પણ ચીનનો સામનો કરવા છેવટે રાફેલ સિવાય બીજું કોઈ પ્લેન ઉપયોગી નહી નીવડે તેમ જણાયું હતું.

ભારત સરકારે ભારતીય નૌકાદળને નવીનતમ જનરેશનના Indian Navy-Rafale ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા નેવલ રાફેલની પસંદગીની જાહેરાત કરી હતી. ભારતીય નૌકાદળના 26 રાફેલ આખરે સેવામાં રહેલા 36 રાફેલ સાથે જોડાશે. એમ ફ્રાન્સની કંપની દ સો એવિએશને જણાવ્યું હતું.

દ સો એવિએશને જણાવ્યું છે કે ભારતમાં આયોજિત સફળ પરીક્ષણ અભિયાન રાફેલના નેવી વર્ઝનને ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન નેવલ રાફેલે દર્શાવ્યું હતું કે તે ભારતીય નૌકાદળની ઓપરેશનલ આવશ્યકતાઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે અને તેના એરક્રાફ્ટ કેરિયર્સની વિશિષ્ટતાઓ માટે સારી રીતે અનુકૂળ છે.
આ પહેલા 13 જુલાઈના રોજ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલએ Indian Navy-Rafale આ ડિફેન્સ ડીલને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ભારતીય નૌકાદળ માટે વધારાની ત્રણ સ્કોર્પિયન-ક્લાસ સબમરીન સાથે 22 રાફેલ એમ અને ચાર ટુ-સીટર ટ્રેનર વર્ઝન સહિત 26 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ DACના અધ્યક્ષ છે. DACએ સંરક્ષણ મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા છે જે સંરક્ષણ પ્રાપ્તિ અંગે નિર્ણયો લે છે.

પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને રોકવા રાફેલની જરૂર
ભારતીય નૌકાદળને ડીલ મુજબ ચાર ટ્રેનર Indian Navy-Rafale એરક્રાફ્ટ સાથે 22 સિંગલ-સીટેડ રાફેલ સી પ્લેન મળશે. નૌકાદળ આ ફાઇટર જેટ અને સબમરીનને તાત્કાલિક હસ્તગત કરવા માટે દબાણ કરી રહ્યું હતું કારણ કે સમગ્ર દેશમાં સુરક્ષા પડકારોને પગલે તેઓ અછતનો સામનો કરી રહ્યા હતા. ભારતીય નૌકાદળ સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને વિક્રાંત પર તૈનાત કરવા માટે જૂના મિગ-29ને બદલવા માટે યોગ્ય ફાઇટર એરક્રાફ્ટ શોધી રહી હતી.

કયા-કયા વિમાનો સાથે રાફેલની હતી સ્પર્ધા
નેવીએ લાંબી પ્રક્રિયા બાદ બોઇંગ એફ-એ-18 સુપર હોર્નેટ Indian Navy-Rafale અને ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ એવિએશનના રાફેલ એમ એરક્રાફ્ટની ખરીદી માટે વિચારણા કરી હતી. બાદમાં રાફેલ એમ ખરીદવામાં સફળ રહ્યું હતું. એરક્રાફ્ટ કેરિયર્સ INS વિક્રમાદિત્ય અને વિક્રાંત મિગ-29 ઓપરેટ કરી રહ્યા છે અને બંને કેરિયર્સ પર ઓપરેશન માટે રાફેલ જરૂરી છે.