Not Set/ ફાસ્ટ ડ્રાઈવિંગ કરવા બદલ સિંગાપુરમાં ભારતીય મૂળના આ અભિનેતાએ ચૂકવ્યો અધધધ દંડ 

ભારતીય મૂળના એક પ્રખ્યાત અભિનેતાને સિંગાપોરમાં ફાસ્ટ ડ્રાઈવિંગ કરવા સબબ  800 સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેની ભારતીય રૂપિયામાં રકમ આશરે  44,000 રૂપિયા જેટલી થાય છે. વધુમાં ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે.

Entertainment
corona 2 10 ફાસ્ટ ડ્રાઈવિંગ કરવા બદલ સિંગાપુરમાં ભારતીય મૂળના આ અભિનેતાએ ચૂકવ્યો અધધધ દંડ 

ભારતીય મૂળના એક પ્રખ્યાત અભિનેતાને સિંગાપોરમાં ફાસ્ટ ડ્રાઈવિંગ કરવા સબબ  800 સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેની ભારતીય રૂપિયામાં રકમ આશરે  44,000 રૂપિયા જેટલી થાય છે. વધુમાં ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે.

મંગળવારે મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. અહેવાલ મુજબ, 56 વર્ષીય ગુરમીત સિંહને માર્ગ ટ્રાફિક અધિનિયમ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે 70 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટવાળા રસ્તા પર 131 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવતો હતો.

અભિનેતા હોવા ઉપરાંત સિંઘ પણ પ્રસ્તુતકર્તા છે. ચેનલ ન્યૂઝ એશિયાના સમાચારો અનુસાર ગુરમીતસિંહે કહ્યું કે તેમણે થોડી વાર માટે કારને વધુ ઝડપે ચલાવી હતી. તેમણે કહ્યું કે તે બેપરવાઈથી વાહન ચલાવતો નથી અને વાહનમાંથી અવાજ આવી રહ્યો હતો જેને તપાસવા તેણે થોડી વાર ઝડપ વધારી હતી.

ફરિયાદીએ વિનંતી કરી કે ગુરમિત સિંહ ના  ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કોર્ટે તેને ત્રણ મહિના ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.  સિંહે તાજેતરમાં એન્ટી કોવિડ -19 રસીના સમર્થનમાં રચિત એક ગીતમાં એક સિંગાપોરના ચીની કોન્ટ્રાક્ટર “ફૂવા ચૂ કંગ” નું પાત્ર ભજવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.