Share Market/ ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સે 56 હજાર પોઇન્ટની સપાટી પાર

ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિ થઇ છે. અઠવાડિયાનાં ત્રીજા કારોબારી દિવસ બુધવારે શેરબજારને મજબૂત શરૂઆત મળી છે.

Business
ભારતીય

ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિ થઇ છે. અઠવાડિયાનાં ત્રીજા કારોબારી દિવસ બુધવારે શેરબજારને મજબૂત શરૂઆત મળી છે. ટ્રેડિંગ શરૂ થવાની સાથે જ સેન્સેક્સે 56 હજાર પોઇન્ટની સપાટી પાર કરી હતી. આ પ્રથમ વખત છે જ્યારે સેન્સેક્સે આ સ્તરને સ્પર્શ્ય કર્યો છે.

1 190 ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સે 56 હજાર પોઇન્ટની સપાટી પાર

આ પણ વાંચો – ઇલેકિટ્રક સ્કૂટર / દિલ્હીમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, ફિચર અને કિમત વિશે જાણો

વળી, જો આપણે નિફ્ટી વિશે વાત કરીએ, તો તે 17 હજારી બનવાની નજીક આવી રહ્યું છે. જો કે, હજુ 250 પોઈન્ટનું અંતર છે. જણાવી દઇએ કે, HDFC બેંકનો સ્ટોક સૌથી ઝડપી હતો. બેંકનાં શેરનાં ભાવ 3 ટકા સુધીનાં વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ભારતીય આપને જણાવી દઇએ કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ધિરાણદાતા HDFC બેન્ક પર નવા ક્રેડિટ કાર્ડનાં ટ્રેડ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. તેનો ફાયદો શેરનાં ભાવમાં દેખાય છે. આપને જણાવી દઈએ કે, આશરે આઠ મહિના પહેલા કેન્દ્રીય બેંકે એચડીએફસી બેંકને ક્રેડિટ કાર્ડ વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બેંકનાં હાલનાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને આ પ્રતિબંધથી કોઈ અસર થઈ ન હોતી. બેંકનાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની સંખ્યા જૂન સુધીમાં 1.48 કરોડ હતી.

1 191 ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સે 56 હજાર પોઇન્ટની સપાટી પાર

આ પણ વાંચો – શેર બજાર / સેન્સેક્સ નવી ઊંચાઈ પર બંધ : ટાટા કન્ઝ્યુમર,વિપ્રો, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર,નેસ્લે ઇન્ડિયામાં ભારે ઉછાળો

બજાજ ઓટો, ઇન્ડુસિન્ડ બેન્ક, ઇન્ફોસિસ, કોટક બેન્ક, એચસીએલ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટીસીએસ એવી કંપનીઓમાં સામેલ છે જેમના શેર પ્રારંભિક ટ્રેડ દરમિયાન બીએસઇ ઇન્ડેક્સમાં ઘટ્યા હતા. બીજી બાજુ, જે શેરોમાં વધારો થયો તેમાં HDFC બેન્ક, અલ્ટ્રાટેક, બજાજ ફાઇનાન્સ, L&T, HDFC, એરટેલ, એશિયન પેઇન્ટ, HUL ઉપરાંત ટાઇટન, SBI અને મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…