Inspirational/ સેરેના વિલિયમ્સથી પ્રેરિત થઈ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, માતાઓનાં નામે લખી આવી ભાવુક પોસ્ટ

ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા હાલમાં માતાની ફરજ બજાવી રહી છે, અને પુત્ર ઇઝાન મિર્ઝા મલિકની સંભાળમાં સમય વ્યતીત કરી રહી છે.

Sports
saniya mirza સેરેના વિલિયમ્સથી પ્રેરિત થઈ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, માતાઓનાં નામે લખી આવી ભાવુક પોસ્ટ

ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા હાલમાં માતાની ફરજ બજાવી રહી છે, અને પુત્ર ઇઝાન મિર્ઝા મલિકની સંભાળમાં સમય વ્યતીત કરી રહી છે. ટેનિસની સાથે સાથે તેણી એ તેમના માતૃત્વ ધર્મનું પણ ખૂબ જ સારી રીતે પાલન કર્યુ છે. સાનિયાએ 34, વર્ષની વયે 2018માં તેના પુત્રના જન્મ પછી ટેનિસ કોર્ટમાં જબરદસ્ત પુનરાગમન કર્યું હતું. અને બે વર્ષ પછી તેણે હોબર્ટ આંતરરાષ્ટ્રીય મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

Sania Mirza Opens Up on Coronavirus Pandemic, Reveals Her Experience

આ બાબતમાં તેણી અમેરિકન મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સથી પ્રેરિત છે. તેણે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખેલી એક માર્મિક પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે તમામ માતાઓને પોતાની પોસ્ટ્સ સમર્પિત કરીને પોતાનો અનુભવ શેર કર્યો છે.

It feels good': Serena Williams ends 3-year title drought

તેણે લખ્યું કે, ‘આજે હું સેરેના વિલિયમ્સ દ્વારા પ્રેરિત થઈને મારો અનુભવ શેર કરી રહી છું. આ મારા માટે અને દુનિયાભરની તમામ મહિલાઓ માટે છે જેઓ માતૃત્વ અને ફરજો વચ્ચે સંતુલન રાખવા માટે દરરોજ સંઘર્ષ કરે છે. ‘

Sania Mirza to Serena Williams: 6 celeb mothers who inspired us in 2018 |  Parenting News,The Indian Express

તેમણે લખ્યું છે કે માતા બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવું અઘરુ છે, પરંતુ જો તમારી પાસે હિંમત તો તે આરામથી કરી શકાય છે. સાનિયાએ લખ્યું છે કે દરેક સ્ત્રીને માતા બનવાનો અનુભવ કરવો જોઇએ કારણ આ અનુભવ તમને નિ:સ્વાર્થ પ્રેમ શીખવે છે, આ ઉપરાંત તે આત્મ-સન્માનની ભાવના પણ જન્માવે છે. તેમણે લખ્યું છે કે માતા બન્યા પછી તમારું વજન વધે છે, અને શરીરમાં ઘણા પરિવર્તન આવે છે, સૌથી મુશ્કેલ એ છે કે વજન ઘટાડીને ફિટનેસને પણ જાળવી રાખવી. મને પણ શરૂઆતમાં તકલીફ પડી હતી, પરંતુ પછીથી હું મારી દૈનિક રૂચિના આધારે, 26 કિલો વજન ઓછું કરી શકી છું, આ માટે ખાવા-પીવામાં સુધારણા કર્યા બાદ ફિટનેસ પરત મેળવી હતી અને ટેનિસ કોર્ટમાં પરત ફરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…