Not Set/ ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત કોરોના પોઝિટિવઃ રિપોર્ટ

આજે સવારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમનાં બે ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા.

Top Stories Sports
11 318 ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત કોરોના પોઝિટિવઃ રિપોર્ટ

આજે સવારે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમનાં બે ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. ભારતનાં ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલ દ્વારા ઉક્ત ખેલાડીઓનાં નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ અહેવાલો અનુસાર,જે બે ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેે તે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છે.

11 319 ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત કોરોના પોઝિટિવઃ રિપોર્ટ

આ પણ વાંચો – સંકટનાં વાદળ / ઈંગ્લેન્ડ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, 2 ખેલાડી કોરોના પોઝિટિવ

ભારતીય ક્રિકેટ ટીમ હવે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમવા જઈ રહી છે. આ સીરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા આવતા સમાચારો ચિંતાનો વિષય બન્યા છે. જણાવી દઇએ કે, ખેલાડીઓ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં જ છે, જે સીરીઝની શરૂઆત પહેલા રજા ભોગવી રહ્યા છે. આ દરમ્યાન એવા સમાચાર સામે આવ્યા છે કે, યુવા વિકેટકીપર રિષભ પંત કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે પંતને યુકેમાં મિત્રો સાથે મસ્તીનાં પળ વિતાવવા ભારે પડ્યા છે. જણાવી દઇએ કે, 29 જૂનનાં રોજ, પંત તેના મિત્રો સાથે યુરો કપ મેચ જોવા માટે વેમ્બલી સ્ટેડિયમ ગયો હતો. આ મેચ ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે રમાઈ હતી. આ દરમ્યાન પંતે ઘણી તસવીરો પણ લીધી હતી અને તેને શેર કરી હતી, જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું કે, તે ભીડમાં સામેલ હતો. એવું બની શકે કે અહીં જવું તેમના માટે ભારે પડ્યું હોય, કારણ કે બીસીસીઆઈએ સ્પષ્ટપણે એક મેઇલ પણ મોકલ્યો હતો કે ખેલાડીઓ વિમ્બલ્ડન અને યુરો કપ મેચ જોવા ન જવુ જોઇતુ હતુ.

11 320 ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત કોરોના પોઝિટિવઃ રિપોર્ટ

આ પણ વાંચો – ધ હન્ડ્રેડ લીગ / આગામી સપ્તાહથી ઇંગ્લેન્ડમાં રમાશે આ અનોખી 100 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ કે જેમાં પાંચ બોલની હશે ઓવર

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ખેલાડીઓની બહાર જવા સામે વાંધો ઉઠાવ્યો છે. મેઇલ મોકલતી વખતે તેમણે ખેલાડીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ખેલાડીઓએ તેમની સલામતી અંગે ખૂબ કાળજી લેવી પડશે. જય શાહે પોતાના પત્રમાં ખેલાડીઓને કહ્યું છે કે, ભલે તેઓને રસી આપવામાં આવી હોય, તો પણ ધ્યાનમાં રાખો કે કોવિશિલ્ડ ફક્ત વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે, તેની સામે સંપૂર્ણ પ્રતિરક્ષા નથી. શાહે એમ પણ કહ્યું હતું કે, ભારતીય ખેલાડીઓએ તાજેતરમાં પૂર્ણ થયેલા વિમ્બલ્ડન અને યુરો ચેમ્પિયનશિપ જોવાનું ટાળવું જોઈએ. આપને જણાવી દઈએ કે, આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં જ રોકાઈ હતી. આવી સ્થિતિમાં, ખેલાડીઓને 20 દિવસની રજા મળી હતી, પરંતુ આ દરમ્યાન ખેલાડીઓ બહાર ફરવાનું બંધ કરી શક્યા નહોતા. ખેલાડીઓ હવે 20 જુલાઈએ કાઉન્ટી મેચ રમશે જે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ હશે. પરંતુ આ પહેલા તમામ ખેલાડીઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, જ્યારે પોઝિટિવ આવેલા બંને ખેલાડીઓ આઇસોલેટ થઈ જશે. તે સ્વસ્થ થવાની સાથે જ ટીમમાં સામેલ થઈ જશે.