World News/ મોઝામ્બિકમાં ચૂંટણી બાદની હિંસામાં ભારતીયો ભોગ બન્યા, ગુજરાતીઓના ગોડાઉનને લગાવી આગ

મોઝામ્બિકમાં ચૂંટણી બાદ હિંસા ફાટી નીકળી. દક્ષિણપૂર્વ આફ્રિકામાં સ્થિત એક નાનકડા દેશ મોઝામ્બિકમાં ચૂંટણીમાં ધાંધલધમાલના આરોપોને લઈને તણાવી સ્થિતિ સર્જાઈ છે.

Top Stories World

World News: મોઝામ્બિક (Mozambique)માં ચૂંટણી (Election) બાદ હિંસા (violence ) ફાટી નીકળી. દક્ષિણપૂર્વ આફ્રિકામાં સ્થિત એક નાનકડા દેશ મોઝામ્બિકમાં ચૂંટણીમાં ધાંધલધમાલના આરોપોને લઈને તણાવી સ્થિતિ સર્જાઈ છે. દેશમાં રાષ્ટ્રપતિની જીતમાં વિવાદ ઉદભવતા અરાજકતાની સ્થિતિ જોવા મળી. અચાન ફાટી નીકળેલ હિંસાનો અનેક ભારતીયો ભોગ બન્યા. અનેક સ્થાનો પર ભારતીયો (Indian)ની દુકાનો (Shop) લૂંટવામાં આવી. તો કેટલાક ભારતીયોના ગોડાઉનમાં આગ લગાવતા કરોડોનું નુકસાન થયું.

At least 10 shot dead in Mozambique post-election protests, medical  associations say | Reuters

ગુજરાતમાંથી ગયેલા લોકોના મોટા-મોટા ગોડાઉન છે. આ ગોડાઉનમાં રાખેલ માલ-સામાનની લૂંટ ચલાવવામાં આવી અને બાદમાં આગ લગાડવામાં આવી હતી. મોઝામ્બિકમાં ઉદભવેલ આ સ્થિતિ ચૂંટણી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. ગુજરાતીઓના ગોડાઉન સળગાવી દેવામાં આવતા કરોડોનું નુકસાન થવાની સંભાવના છે.

દેશમાં 9 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિની જીતને લઈને વિવાદ ઊભો થયો હતો, પરંતુ જ્યારે મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટે જીતની પુષ્ટિ કરી હતી કે શાસક પક્ષ ફ્રેલિમો પાર્ટીએ ચૂંટણી જીતી છે. આ પાર્ટી 1975થી મોઝામ્બિકમાં શાસન કરી રહી છે. કોર્ટના આ નિર્ણય બાદ દેશમાં વિરોધ પ્રદર્શન સાથે હિંસા શરૂ થઈ ગઈ હતી. રાજધાની માપુટોથી લઈને બેઈરા શહેર સુધી ઘણી હિંસા અને લૂંટફાટ થઈ છે. આ ઘટનામાં 2 પોલીસ અધિકારીઓ સહિત 21 લોકોના મોત થયા છે. ઉદભવેલ સંઘર્ષનો લાભ જેલમાં બંધ કેદીઓએ પણ લીધો હતો.

At least 21 dead as Mozambique erupts in violence after election court  ruling | News Today News - The Indian Express

પોલીસના જણાવ્યા અનુસાર દેશમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિનો ફાયદો ઉઠાવીને મોઝામ્બિકની જેલમાંથી 1500થી વધુ કેદીઓ ભાગી ગયા છે. પોલીસ ચીફ બર્નાર્ડિનો રાફેલે મીડિયાને જણાવ્યું કે આ દરમિયાન ગાર્ડ્સ સાથેની અથડામણમાં 33 કેદીઓ માર્યા ગયા અને 15 ઘાયલ થયા. પોલીસે 150 જેટલા ભાગેડુ કેદીઓને પકડી લીધા છે.

અહેવાલ મુજબ, 1975માં મોઝામ્બિકમાં ફ્રેલિમો પાર્ટી સત્તા પર આવી ત્યારથી રાજધાની માપુટોમાં આ સૌથી ઘાતક સંઘર્ષ છે. દેશભરમાં FRELIMO ઓફિસો, પોલીસ સ્ટેશનો, બેંકો અને ફેક્ટરીઓમાં લૂંટફાટ, તોડફોડ અને આગચંપીની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. સોમવારે ફરી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં માત્ર 24 કલાકની અંદર 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, ઓક્ટોબરમાં ચૂંટણી પરિણામો પછી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં લગભગ 150 લોકોના મોત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉત્તર કોરિયાએ સંદિગ્ધ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી,જાપાને કર્યો દાવો

આ પણ વાંચો:બધે બાખડતા ચીન અને ઉત્તર કોરીયાનો જાપાને શોધી કાઢ્યો વળતો ‘જવાબ’

આ પણ વાંચો:જાપાને ‘મૂન સ્નાઈપર’ને સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરાવીને રચ્યો ઇતિહાસ