Garba-Unesco/ ભારતના ગરબાની ગૂંજ હવે સમગ્ર વિશ્વમાં ગૂંજશે

‘ગુજરાતના ગરબા’ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યા છે તે ભારત માટે રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ છે.  યુનેસ્કોના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ની પ્રતિનિધિ યાદીમાં ગરબા સ્થાન પામ્યા છે.

Top Stories India

જી કિશન રેડ્ડી

@kishanreddybjp

અભિનંદન ભારત

‘ગુજરાતના ગરબા’ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યા છે તે ભારત માટે રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ છે.  યુનેસ્કોના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ની પ્રતિનિધિ યાદીમાં ગરબા સ્થાન પામ્યા છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનારું તે ભારતમાંથી 15મી ઇવેન્ટ છે. ગરબા, ઉજવણી, ભક્તિ, લિંગ સમાવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા, ભૌગોલિક સીમાઓને ઓળંગે છે. આ યાદી માનનીય પીએમ શ્રીના નેતૃત્વ હેઠળની આ સરકારના અથાક પ્રયાસોની સાક્ષી છે.

https://twitter.com/kishanreddybjp/status/1732332569889530117

@narendramodi

વિશ્વ સમક્ષ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસો દર્શાવવા માટે વિશ્વ તેમનું ઋણી છે અને ભારતને વિશ્વસ્તરે વિશ્વગુરુનું સ્થાન અપાવવા બદલ પીએમ મોદીનું ઋણી રહેશે. ગુજરાતના ગરબા આ ગૌરવ ગાથાની જ એક અનોખી કડી છે.

ગરબારનો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયો તેની ભારતના કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ મનમૂકીને પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના સરકારના પ્રયાસો થકી જ એક પછી એક સ્થળો આ રીતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામી રહ્યા છે. આજે તેમના પ્રયાસોએ ભારતને વિશ્વસ્તરે મહત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડયુ છે. ભારત આ માટે તેમનું આભારી છે.

યુનેસ્કોની હેરિટેજમાં સ્થાન પામવાના લીધે ભારતના ગરબાની ગુંજ હવે વિશ્વસ્તરે અનુભવાશે. ભારતીય ગરબાને આ સાથે એક વૈશ્વિક ઓળખ મળી ગઈ છે. તેની સાથે ભારતની ઓળખ પણ વધારે વૈવિધ્યસભર અને સમૃદ્ધ ઐતિહાસિક વારસાવાળી બની છે. આ દર્શાવે છે કે ભારત પાસે વિશ્વને આપવા જેવું કેટલું બધું છે. વિશ્વને ભારત કેટલો મહામૂલો વારસો પૂરો પાડી શકે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ