ક્રિકેટ/ અંતિમ T-20 મેચમાં ભારતનું કંગાળ પ્રદર્શન,માત્ર 81 રન બનાવ્યા

ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ભારતનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે

Top Stories
mach 1 અંતિમ T-20 મેચમાં ભારતનું કંગાળ પ્રદર્શન,માત્ર 81 રન બનાવ્યા

ભારતીય બેટ્સમેનોએ આજે ​​નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યા બાદ ભારતીય ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 81 રન જ બનાવી શકી. ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ભારતનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 23 રન બનાવ્યા. આ સિવાય ભુવનેશ્વર કુમારે 16 રનની ઇનિંગ રમી હતી. શિખર ધવન અને સંજુ સેમસન શૂન્ય રને આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી વનિંદુ હસારંગાએ માત્ર 9 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સિવાય સન શનાકાને બે અને દુષ્મંતા ચમિરા અને રમેશ મેન્ડિસને એક-એક વિકેટ મળી હતી.

ભારતને પ્રથમ બેટિંગમાં માત્ર 81 રન બનાવ્યા છે ,જે સૌથી ખરાબ પ્રદર્શન છે ,ટી20માં બન્ને ટીમો 1-1 મેચ જીતી ગઇ છે ,આ મેચ જે જીતશે તે ટી20 શ્રેણી પર કબજો મેળવશે, આ મેચ શ્રીલંકા જીતે તેવી સંભાવના રહેલી છે, પરતું ભારતીય બોલરો ચમત્કાર કરે તો મેચની બાજી પલટી શકાય છે. ભારતનું કંગાળ પ્રદર્શન રહ્યું છે આ ટી20  મેચમાં.