Not Set/ ઈન્દ્રા નૂયીએ કહ્યું, જો હું રાજકારણમાં જોડાઇશ તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ શકે છે

પેપ્સીકો કંપનીના પૂર્વ સીઈઓ અને મૂળ ભારતીય ઈન્દ્રા નૂયીએ જણાવ્યું હતું કે એના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ જશે જો એ રાજકારણમાં જોડાશે તો કારણકે તેઓ સ્પષ્ટ વક્તા છે. એશિયન સોશાયટીએ એમનું મંગળવારે એમનું સન્માન કર્યું હતું. એમનાં બીઝનેઝ અચીવમેન્ટસ, એમનાં પરોપકારનાં કામો અને દુનીયાની બીજી છોકરીઓ અને મહિલાઓની હિમાયત કરવા માટે આ ‘ગેમ ચેન્જર […]

Top Stories World
indra nooyi pepsi ઈન્દ્રા નૂયીએ કહ્યું, જો હું રાજકારણમાં જોડાઇશ તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ શકે છે

પેપ્સીકો કંપનીના પૂર્વ સીઈઓ અને મૂળ ભારતીય ઈન્દ્રા નૂયીએ જણાવ્યું હતું કે એના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ જશે જો એ રાજકારણમાં જોડાશે તો કારણકે તેઓ સ્પષ્ટ વક્તા છે.

એશિયન સોશાયટીએ એમનું મંગળવારે એમનું સન્માન કર્યું હતું. એમનાં બીઝનેઝ અચીવમેન્ટસ, એમનાં પરોપકારનાં કામો અને દુનીયાની બીજી છોકરીઓ અને મહિલાઓની હિમાયત કરવા માટે આ ‘ગેમ ચેન્જર ઓફ ધ યર’ અવોર્ડ આપવામાં આવ્યો હતો.

જયારે એમને પૂછવામાં આવ્યું કે શું એમને હવે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં જો માગશે કારણકે એમણે હવે પેપ્સીકો છોડી દીધી છે. એમણે જવાબ આપ્યો કે, ‘હું અને પોલીટીક્સ ભેગા થઇ શકીએ એમ નથી. હું એકદમ સ્પષ્ટ વક્તા છું. હું ડીપ્લોમેટીક નથી. મને એ પણ નથી ખબર કે ડિપ્લોમેસી છે શું. મારા કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ શકે છે. હું એ નહિ કરું.’

62 વર્ષીય ઈન્દ્રા 2 ઓક્ટોબરે જ  સીઈઓ પદથી અળગા થયા હતા. પરંતુ તેઓ 2019 સુધી કંપનીનાં ચેરમેન રહેશે.