Not Set/ INDvsSA 3rd Test : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બ્રેડમેનનો તોડ્યો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે અને ડોન બ્રેડમેનનો 71 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્મા ઘરેલુ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સરેરાંશથી રન બનાવનાર ક્રિકેટર બન્યો છે. રોહિત શર્માએ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 28 ચોક્કા અને 6 છક્કાની […]

Uncategorized
cricket aus ind 790821fa 0cbb 11e9 ac1e a6f4b8823b62 INDvsSA 3rd Test : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બ્રેડમેનનો તોડ્યો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે અને ડોન બ્રેડમેનનો 71 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્મા ઘરેલુ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સરેરાંશથી રન બનાવનાર ક્રિકેટર બન્યો છે.

રોહિત શર્માએ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 28 ચોક્કા અને 6 છક્કાની મદદથી 212 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી 249 બોલમાં ફટકારી હતી.

ઘરેલુ ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ સરેરાંશની દ્રષ્ટિએ ભારતીય ઓપનર રોહિત શર્માએ પણ ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. રોહિતે અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રવિવારે 255 બોલમાં 212 રનની બેવડી સદીની ઈનિગ્સ રમી હતી. દરમિયાન તેણે 28 ચોક્કા અને 4 છક્કા ફટકાર્યા હતા.

ટેસ્ટમાં તેની પ્રથમ બેવડી સદી સાથે રોહિતે ઘરેલુ મેદાન પર 10 કે તેથી વધુ ઇનિંગ્સમાં હવે ટેસ્ટ સરેરાંશ 99.84 થઇ ગઇ છે. વળી ઘરેલુ ટેસ્ટ ક્રિકેટમાં બ્રેડમેનની સરેરાંશ 98.22 હતી. રોહિતે ઘરઆંગણે 18 ઇનિંગમાં અત્યાર સુધીમાં 1298 રન બનાવ્યા છે, જેમાં છ સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.