Video/ વડોદરાની શૈશવ સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરતા કુમળા બાળકો પર અમાનુષી અત્યાચાર

વાલીઓની રજૂઆત સાંભળવા પ્રિન્સિપાલ ન આવતા આખરે મામલો ગોત્રી પોલીસ મથકે પહોચ્યો હતો વાલીઓએ પોલીસ મથકે અરજી આપી  શૈશવ સ્કૂલ સામે પગલાં ભરવા માંગ કરી છે.

Videos
શૈશવ સ્કૂલ
  • વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા
  • સંચાલકોએ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ શૈશવ સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરતા કુમળા બાળકો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનાં આરોપો વાલીઓ દ્ધારા લગાવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલકો એ વાલીઓ દ્વારા લગાવામાં આવેલ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. વાલીઓએ આક્ષેપ છે કે નર્સરીના બાળકોને ક્લાસમાં પુરી રાખવામાં આવે છે તેમ જ શિક્ષક દ્વારા તેમને માર મારવામાં આવે છે આ અંગે ગતરોજ  પ્રિન્સિપાલે વાલી મીટીંગ બોલાવી હતી પરંતુ વાલીઓની રજૂઆત સાંભળવા પ્રિન્સિપાલ ન આવતા આખરે મામલો ગોત્રી પોલીસ મથકે પહોચ્યો હતો વાલીઓએ પોલીસ મથકે અરજી આપી  શૈશવ સ્કૂલ સામે પગલાં ભરવા માંગ કરી છે સાથે જ આજે સાંજે નર્સરીમાં અભ્યાસ કરતા તમામ વાલીઓ શાળા ખાતે એકત્ર થઇ વિરોધ પ્રદર્શન પણ કરવાના છે તેમ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?

આ પણ વાંચો:આજે નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે બાંધવામાં આવે છે પાટા?

આ પણ વાંચો:અમદાવાદ કર્ણાવતી કલબ પાસે જીપે બાઇકને અડફેટમાં લેતા બે લોકોના ઘટનાસ્થળે મોત