સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ હાલ ગુજરાત પર પ્રભત્વ જમાવ્યું છે. હાલ કોરોના, ખેડૂતોના પ્રશ્નો કે બીજા કોઈ મુદ્દા અસરકારક નથી. જો, કે ટિકિટ વહેંચણી બાદ બંને પક્ષની સ્થિતિ અંદરથી રાખ પાછળ ઢંકાયેલા અંગારા જેવી છે. નારણપુરાના કોર્પોરેટર ગૌતમ શાહ, કાલુપુરના કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ અને પૂર્વના પૂ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવીણ પટેલ જેવા કેટલાય સિનિયર કોર્પોરેટરો પર કાતર મારી પક્ષે સાબિત કરી આપ્યું છે કે, પક્ષ બદલાવ ઈચ્છે છે.
ગુજરાતમાં નવી પેઢીને સક્રિય કરવાની ભાજપની અને ખાસ તો સીઆરપાટીલની વ્યુહરચના છે. પરંતુ તે બાબતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી કે, પક્ષના આ જુના ચહેરાઓ ક્યાંક પક્ષની છબી પર તો ક્યાંક તેમની પોતાની ઉભી કરેલ લોકપ્રિયતા અને લોકોના કામોને લીધે 3 કે 4 ટર્મ્સ ચૂંટાઈ આવે છે. લોકો પણ તેમનાથી ટેવાઈ ચૂકેલા હોય છે..ત્યારે આ તદ્દન અનુભવહીન નવા ચહેરાઓનો પ્રયોગ લોકોને રાસ આવશે કે કેમ? અને આ પ્રકારે એક જ ઝાટકે આટલા મોટા પ્રમાણમાં નેતૃત્વ પરિવર્તન તે શું આવનારા સમયમાં ક્યાંક મોટી ભૂલ તો સાબિત નહીં થાય ને? નવા નિશાળિયા જેવા આ નવાનક્કોર નેતાઓ શું તેમના સ્થાનિક કામોને ન્યાય આપી શકશે? હા બદલાવ કે પરિવર્તન ચોક્કસપણે આવકાર્ય છે પરંતુ સાગમટે આ પ્રકારનો પ્રયોગ કેટલીક વાર જોખમી સાબિત થતો હોય છે. ત્યારે હાલ તો વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ છે.. આ નિર્ણયના પરિણામો તો આગામી ચૂંટણીમાં જ પક્ષને ખ્યાલ આવે. પરંતુ ભાજપના આ નિર્ણયથી પક્ષમાં તો અસન્તોષ છે જ પરંતુ લોકોને પણ તેટલું જ આશ્ચર્ય છે.

ભારતીય જનતા પાર્ટીએ આ વખતની ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણી વખતે 60 વર્ષ ની મહત્તમ મર્યાદા, ત્રણ ટર્મ્સ રિપિટેડ કોર્પોરેટર નો રિપીટ જેવી પોલિસી બનાવી હતી. અને આ બાબતના ધારા-ધોરણ મુજબ ટિકિટ ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આ સાથે જ અગાઉથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પંચાયત ધારાની કલમ-30 મુજબ 3 બાળકો ધરાવતા, જેના ઘરે શૌચાલય ન હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી.
મતલબ કે ,એકતરફ પક્ષે આ પ્રકરે સિનિયર નેતાઓ પર કાતર ફેરવી છે તો બીજી તરફ કાયદાઓમાં આવી જોગવાઈ ઓ ઓલરેડી છે.. જેમાં ક્યાંક ઇક્વાલિટી બીફોર લો ના નિયમનો સરેઆમ ભંગ થતો જણાય છે. વળી ભારતના બંધારણમાં દરેક લોકોને જ્યાં સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. અને ભારતમાં બંધારણ સર્વોપરી છે. ત્યારે આવી જોગવાઈઓ તે સંવિધાનના આર્ટિકલ-14 માં જે ઈક્વલીટી બીફોર લો ને સ્થાન આપવામાં આવ્યું છે તેના ભંગ સમાન છે.. ત્યારે આવો કાયદો તે ક્યાંક વિરોધાભાસ પણ સર્જે છે.
વળી સામે છેડે જે લોકો પોતે જ કાયદા ઘડનારા છે તે લોકો એ તેમના માટે આવા કોઈ કાયદા ઘડ્યા નથી. આ કાયદા ફક્ત નીચલા લેવલે જ અસરકર્તા છે. વિધાનસભા કે લોકસભા માં આવો કોઈ કાયદો નથી. જેનું ઉત્તમ ઉદાહરણ લાલુ પ્રસાદ, મુલાયમસિંહ યાદવ જેવા કેટલાય નેતાઓ છે. કે જેમના બાળકો તો 3 થી વધુ છે પરંતુ 2 પત્નીઓ પણ કેટલાય નેતાઓ ધરાવે છે. ત્યારે આ કાયદો સંવિધાન વર્સીસ ધારાસભા છે. કેમ કે, ઉપલા લેવલે કઈ ઓર અને નીચલા લેવલે કંઈક અલગ જ ધારા-ધોરણો છે.
જે ન સમજાય તેવું લોજીક છે. અને કયાક નીચલા સ્તરના કાર્યકરો અને લોકોને ચૂંટણી લડતા પણ આવા કાયદાઓ રોકે છે. જેને પગલે વર્ષો જુના પક્ષના કાર્યકરો પણ ક્યાંક ચૂંટણી ન લડી શકે, અને તેમને અન્યાય વેઠવો પડે. અને બીજી તરફ પક્ષ પણ હવે ઉંમરનું લેબલ લગાડી નીચલા સ્તરે ક્યાંક વિરોધાભાસ ઉભો કરી રહ્યો છે. બાકી લોકસભા માં મોટાભગના સિનિયર નેતાઓ 60 ક્યારના વટાવી ચુક્યા છે. તે પણ એક હકીકત છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
