Not Set/ વિમાનની અંદર ચામાચીડીયાએ મુસાફરોને 30 મિનિટ સુધી ડરાવ્યા, જુઓ વીડિયો

વિમાનમાં સફર કરવો દુનિયાનાં મોટાભાગનાં લોકોને પસંદ છે. રોજ દુનિયાભરનાં કરોડો લોકો વિમાનમાં સફર કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. દુનિયામાં સૌથી સુરક્ષિત સફર વિમાનને જ કહેવામાં આવે છે, પરંતુ જો આ સુરક્ષિત સફરમાં કોઇ ચૂક રહી જાય તો? ત્યારે કઇક આવી પરિસ્થિતિ ઉભી થઇ જાય છે. તાજેતરમાં જ આવી જ એક ચૂકનો […]

World

વિમાનમાં સફર કરવો દુનિયાનાં મોટાભાગનાં લોકોને પસંદ છે. રોજ દુનિયાભરનાં કરોડો લોકો વિમાનમાં સફર કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. દુનિયામાં સૌથી સુરક્ષિત સફર વિમાનને જ કહેવામાં આવે છે, પરંતુ જો આ સુરક્ષિત સફરમાં કોઇ ચૂક રહી જાય તો? ત્યારે કઇક આવી પરિસ્થિતિ ઉભી થઇ જાય છે. તાજેતરમાં જ આવી જ એક ચૂકનો વીડિયો સામે આવ્યો છે જેમા એક બેટ(ચામાચીડીયુ) વિમાનની અંદર ઉડતો જોવા મળ્યો હતો.

આ વીડિયો સ્પિરિટ એરલાઇન્સની એક ફ્લાઇટનો છે. આ ફ્લાઇટ ઉત્તર કૈરોલિનનાં ચાર્લોટથી ન્યૂ જર્સીનાં નેવાર્ક જઈ રહી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક બેટ ફ્લાઇટમાં બેઠેલા મુસાફરોનાં માથા ઉપરથી ઉડી રહ્યો છે અને મુસાફરો ડરનાં માર્યા બૂમો પાડી રહ્યા છે.

વિમાનની અંદર ઉડી રહેલા બેટ(ચામાચીડીયુ)નાં કારણે અંદર બેઠેલા મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. આ બેટ(ચામાચીડીયુ) કેબિનથી લઇને પૂરા 30 મિનિટ સુધી વિમાનમાં જ ઉડતો રહ્યો અને મુસાફરો ડરનાં માર્યા ચીસો પાડતા રહ્યા હતા. આ વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક મુસાફરે સોશિયલ મીડિયા પર આ વીડિયોને પોસ્ટ કર્યો અને લખ્યું, “આ એક વર્ષમાં બીજી વખત મારી સાથે બન્યું છે.” હું ફરીથી સ્પિરિટ ફ્લાઇટમાં મુસાફરી કરીશ નહીં.

જો કે ઘણા લોકો એવા પણ છે કે જેણે આ વીડિયોની ખૂબ મજા લીધી. એક ટ્વીટર યૂઝર્સે લખ્યુ કે, એવુ લાગી રહ્યુ છે કે બેટ(ચામાચીડીયુ)ને પણ વિમાનમાં જગ્યા જોઇએ છે. અન્ય એક યૂઝર્સે લખ્યુ કે, બિચારો બેટ(ચામાચીડીયુ) બૂમો પાડતા અમેરિકનોની વચ્ચે ફસાઇ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.