Gandhinagar News/ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

રાજ્યમાં વરસાદનું જોર ઘટતું દેખાય છે. રાજ્યમાં વરસાદનો વિસ્તાર પણ થોડા દિવસથી ઘટી ઘયો છે જ્યારે વરસાદના આંકડામાં પણ તેની અસર દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 70 1 રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

Gandhinagar News: રાજ્યમાં વરસાદનું (Gujarat rainfall) જોર ઘટતું દેખાય છે. રાજ્યમાં વરસાદનો વિસ્તાર પણ થોડા દિવસથી ઘટી ઘયો છે જ્યારે વરસાદના આંકડામાં પણ તેની અસર દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આમાં પણ સૌથી વધારે માંડ એક ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ નહિંવત દેખાઈ રહી છે.

Beginners guide to 71 1 રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં માંડ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ અમદાવાદના સાણંદમાં પણ માંડ એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 12 તાલુકા એવા છે જેમાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

Beginners guide to 72 1 રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 17 ઓગસ્ટ 2024થી લઈને 23 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નથી. આ સમય દરમિયાન ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  આગામી 12 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની આગાહી

આ પણ વાંચો: સુરત માટે JICA પૂરથી બચવા માટેની યોજના તૈયાર કરશે

આ પણ વાંચો: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી